સર્વે:ગાંધીધામ શહેરમાં 40 તો તાલુકાના ગામોમાં 9 બાળકો અતિકુપોષિત

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીની સ્તરે સ્થિતિનો વાસ્તવીક ચીતાર । શહેર કરતા ગામોમાં સ્થિતિ વધુ સારી
  • તાલુકાની 183 આંગણવાડીમાં 12 હજાર બાળકોમાંથી 202 મધ્યમ કુપોષિત હોવાનો સર્વે

ગાંધીધામ તાલુકો જિલ્લામા સૌથી નાનો અને ઔધોગિક ક્ષેત્રે સતત વિકસીત ગણાય છે, પરંતુ પોષણના મામલે હજી પણ અહિ પરિસ્થિતિ બહુ વખાણવા લાયક ન હોય તેવું દ્રશ્ય પ્રતિત થઈ રહ્યું છે. તાલુકામાં ગત મહિને કુલ 49 બાળકો અતિકુપોષીત હોવાનું સામે આવ્યું હતું.

ગાંધીધામ શહેરમા આવેલી 100અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલી 83 મળીને કુલ 183 આંગણવાડીઓમાં 12 હજારથી વધુ 5 વર્ષ સુધીના બાળકોની કાળજી રખાય છે. ગાંધીધામ શહેરમાં આવેલી આંગણવાડીઓમાંથી ગત એપ્રીલ માસના ઉપલબ્ધ આંકડાઓ અનુસાર સર્વે દરમ્યાન 40 બાળકો અતિકુપોષીત હોવાનું તો 173 બાળકો મધ્યમ કુપોષીત હોવાનું સામે આવ્યું હતું.

તો ગ્રામીણ વિસ્તારમાં આ આંકડો અનુક્રમે 9 અને 29 હતો. જ્યારે કે ગ્રામીણ અને શહેરી વિભાગો વચ્ચે સંખ્યાનો ફર્ક એટલો વધુ નથી. ઔધોગિક હરણફાળ ભરતા ગાંધીધામની આ બીજી એક પણ તસવીર છે જેમાં બાળકો અકુપોષીત જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ અનેક પ્રકલ્પો અહી અને સરકાર દ્વારા પણ કુપોષણને હટાવવા વિવિધ પ્રયાસો કરાતા રહે છે.

WHOની વ્યાખ્યાનું અનુસરણઃ એક વર્ષના બાળકનું વજન 7 કિલોગ્રામથી ઓછુ હોય તો અતિકુપોષીત ગણાય
આંગણવાડીમાં જે માપદંડો સ્વિકારવામાં આવ્યા છે જે વલ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા સ્વિકૃત કરેલા છે તેવું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું. જે અનુસાર જન્મ સાથે બાળકનું વજન 2 કિલોગ્રામ થી ઓછુ, 12 મહીને 7 થી ઓછુ, ત્રણ મહિને 10 થી અને 12.30 કિલોથી ઓછુ હોય તો તેને અતીકુપોષીતની શ્રેણીમાં મનાય છે.

અન્ય સમાચારો પણ છે...