કાર્યવાહી:ગાંધીધામમાં 4 ઘરફોડ ચોરીને અંજામ આપનારા બે રીઢા આરોપી સુંદરપુરીથી ઝડપાયા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં બે, ભુજ અને અમદાવાદમાં એક-એક તસ્કરીના ગુના પોલીસ મથકોમાં નોંધાયેલા
  • કેમેરા, વીડિયોગ્રાફીની ચીજવસ્તુઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા તસ્કરો પાસેથી ટુલ કીટ પણ મળી આવી

ગાંધીધામ સહિત ભુજ અને અમદાવાદમાં પણ ચોરીને અંજામ આપનારા બે રીઢા આરોપીને ઝડપી પાડવામાં એ ડિવિઝન પોલીસને સફળતા મળી હતી. બન્ને આરોપીઓ પાસે આ ચોરીઓને જે ટુલ્સ થકી અંજામ આપતા હતા તે ટુલ કીટ પણ મળી આવી હતી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન શોર્સની મદદથી ઘરફોડ ચોરીઓને અંજામ આપતા બે શખ્સને સુંદરપુરીના શેતાનચોકથી ઝડપી પાડ્યા હતા.

પોલીસે કાળુરામ નશારામ ચૌધરી (પટેલ) (ઉ.વ.30) (રહે. સાયલા, ઝાલોર, રાજસ્થાન) અને ભગવાનારામ લીલારામ ચૌધરી (પટેલ) (ઉ.વ.34) (રહે. પાંથેડી, સાયલા, ઝાલોર) ને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી વાયરલેસ કટર સેટ અને 48 બ્લેડ, એક આરી અને ચાર નંગ તેની બ્લેડ, તેમજ બે મોબાઈલ મળીને કુલ 36,500નો મુદામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓ રાત્રીના સમયે ફોટોગ્રાફર, સ્ટુડીયોની દુકાનાના તાળા વાયરલેસ કટરની તાળુ કાપીને સંલગ્ન ચીજવસ્તુઓ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. તેમની સામે ગાંધીધામના એ અને બી બન્ને ડિવીઝનમાં, ભુજના એ ડિવિઝનમાં તેમજ અમદાવાદના મણીનગર પોલીસ મથકે પણ ગુનો નોંધાયેલો છે. આરોપીઓને ઝડપી પાડવાની આ કામ્ગીરી પીઆઈ એ.બી. પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા કરાઈ હતી.

ગાંધીધામ, અંજારમાં શરાબના ગુનાનો આરોપી ઝડપાયો
મૂળ સાંતલપુર અને હાલે જવાહર નગર, ગાંધીધામમાં રહેતો 22 વર્ષીય કાના દેવાભાઈ ભરવાડ છેલ્લા એક વર્ષથી અંજાર અને ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં શરાબનો ગુનો નોંધાયો ત્યારથી નાસતો ફરતો હતો. જેને પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટીમે ગાંધીધામના જવાહર નગર ખાતેથી ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...