ગાંધીધામમાં વાહન ચોરીની સતત વધતી ઘટનાઓમાંથી ત્રણનો ભેદ ઉકેલવામાં ગાંધીધામ પોલીસને સફળતા મળી હતી. ચોરાઉ બુલેટ, બાઈક એક્ટીવા સાથે બે કિશોર અને બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં રીશી શીપીંગ રોડ પરથી થયેલી બુલેટ ચોરીના કેસમાં પોલીસે આરોપી મહેંદ્ર માણેકચંદ રેગર (ઉ.વ.20) (રહે. ખોડીયારનગર, ગાંધીધામ) સાથે એક કિશોરને ઝડપી પાડીને તેમની પાસેથી ચોરીમાં ગયેલી 44 હજારની રોયલ ઈનફીલ્ડ કબ્જે કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.
બીજી તરફ જીઆઈડીસી વિસ્તારમાં થયેલી વાહન ચોરીની તપાસમાં આરોપઈ રમેશભાઈ છોગારામ જેલીયા મારવાડી (ઉ.વ.35)(રહે. ખોડીયારનગર, ગાંધીધામ) અને એક કિશોરને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી હીરો કંપની 20 હજારની કિંમતનું મોટર સાઈકલ અને 15 હજારનું એક્ટીવા એમ કુલ 35 હજારનો ચોરાઉ મુદામાલ કબ્જે કરાયો હતો.
આ બન્ને કામગીરીમાં પીઆઈ એ.બી. પટેલ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ચારેય આરોપીઓની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે હેંડલ લોક ન કરેલા દ્રી ચક્રી વાહનોને ચોરવામાં તેમની માસ્ટરી હતી. તેમની મોડસ ઓપરેન્ડી એવી રહેતી કે જે વાહનોના હેંડલ લોક ન હોય તેમને પહેલા ટાર્ગેટ કરતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.