ફરિયાદ:કંડલાથી આગ્રા લઇ જવાતું 37.50 લાખનું ઓઇલ સગેવગ

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ટ્રકના ચાલક અને ટ્રાન્સપોર્ટર વિરૂધ્ધ ગુનો નોંધાયો

કંડલાથી આગ્રા લઇ જવાઇ રહેલું રૂ.37.50 લાખની કિંમતના ઓઇલનો જથ્થો નિયત સ્થળે ન પહો઼ચાડી વિશ્વાસઘાત કરાયો હોવાની ફરિયાદ લોજિસ્ટિક કંપનીએ બે વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટર સામે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

ગાંધીધામના કચ્છ આર્કેડમાં આવેલી જીંકા લોજિસ્ટિક કંપનીમાં પ્રોક્યુટમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રકાશકુમાર બાબુભાઇ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, જુલાઇ મહિનામાં કંડલામાં આવેલી ઇમામી એગ્રોટેક પ્રા.લિ. કંપની સાથે તેમની કંપનીએ કરેલા ટેન્ડર મુજબ તા.12/7 ના રોજ ઇમામી કંપનીમાંથી ઓઇલ ભરી આગ્રા ખાલી કરવાની વરધી આવતાં આ માર્કેટમાં વાહન મેળવવા ઓર્ડર ઓપન કરતાં આદિપુરના જે.જે.ટ્રાન્સપોર્ટના મેહુલભાઇ બારોટે મેટ્રીક ટન દિઠ રૂ.2,450 ભાડામાં તેઓ આ ઓર્ડર કરશે જણાવતાં તેમના આધાર અને પાન કાર્ડ વેરિફાઇ કરી રાજસ્થાનના ચાલક હેમરાજ કહરને કંડલા ગાડી સાથે મોકલ્યો હતો.

આ ગાડી રૂ.37,50,785 ની કિંમતનું 28 મેટ્રિક ટન જથ્થો ભરી આગ્રા જવા નિકળ્યા બાદ માલ ન પહોંચતાં ટ્રાન્સપોર્ટર મેહુલભાઇ અને ચાલક સાથે વાત કરી પર઼તુ સંતોષકારક જવાબ ન મળતાં વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...