આદિપુરના વોર્ડ-1/એ વિસ્તારમાંથી બાતમીના આધારે સ્થાનિક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રહેણાક મકાનમાંથી રૂ.37 હજારની કિંમતના ઘઉં, ચોખા અને મીઠાના શંકાસ્પદ છળકપટથી મેળવેલા જથ્થા સાથે મહિલાની અટક કરી હતી.
પીએસઆઇ એચ.એસ.તિવારીએ આપેલી વિગતો મુજબ, આદિપુર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન વોર્ડ-1/એ ના રહેણાક મકાનમાં ઘઉં, ચોખા અને મીઠાનો ચોરી કે છળકપટથી મેળવેલો જથ્થો રખાયો હોવાની બાતમીના આધારે તે મકાનમાં દરોડો પાડી પોલીસે રૂ.26,410 ની કિંમતના 1,390 કિલોગ્રામ ઘઉંનો જથ્થો, રૂ.6,000 ની કિંમતના 120 કિલોગ્રામ ચોખાનો જથ્થો અને રૂ.180 ની કિંમતનો 90 કિલોગ્રામ મીઠાનો જથ્થો મળી કુલ રૂ.37,090 ના શંકાસ્પદ ખાદ્ય પદાર્થ સાથે કેસરબેન મુળજીભાઇ સીજુની અટક કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
આ કામગીરીમાં પીએસઆઇ સાથે હેડકોન્સ્ટેબલ અંકિત ચૌધરી, વનરાજસિંહ દેવલ, કનુભા ગઢવી, વિક્રમસિંહ હડિયોલ, કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમા, મહેશ ઘોઘળ રાકેશ ભટોળ અને ક્રિષ્નાબેન રબારી સહિતની ટીમ જોડાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.