દરોડો:ભચાઉના મકાનમાંથી 36 હજારનો અંગ્રેજી દારૂ મળ્યો, આરોપી ફરાર

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સણવા પાસે શરાબની 15 બોટલ લઇ જતો બાઇક ચાલક પકડાયો

ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડામાં મકાનમાંથી રૂ.36 હજારનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આરોપી હાજર મળ્યો ન હતો. તો સણવા પાસે વિદેશી શરાબની 15 બોટલો લઇને જતો બાઇક ચાલક પકડાયો હતો.

ભચાઉ પોલીસ મથકની ટીમ ગત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, ભટ્ટ પાળિયા વિસ્તારમાં રહેતો જીગર રમેશ સોઢા પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂ રાખી વેંચાણ કરે છે. આ આધારે તેના મકાનમાં દરોડો પાડતાં રૂ.36,000 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 20 બોટલો તથા રૂ.600 ની કિંમતના 6 બિયરના ટીન મળી રૂ.36,600 નો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી જીગર દરોડા દરમિયાન હાજર મળ્યો ન મળતાં ગુનો નોંધ્યો હતો.

તો આડેસર પોલીસે સણવા ચાર રસ્તા પર ગત સાંજે બાતમીના આધારે ગોઠવેલી વોચ દરમિયાન સણવાથી બાઇક પર આડેસર આવી રહેલા જગદિશ ગેલાભાઇ ગોહિલને રૂ.2,240 ની કિંમતના વિદેશી દારૂના 15 ક્વાર્ટરિયા સાથે પકડી બાઇક સહિત કુલ રૂ.22,420 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.

આડેસરમાં વાડામાંથી શરાબની 3 બોટલ સાથે એક ઝડપાયો, 1 ફરાર
રાપર તાલુકાના આડેસરમાં સ્થાનિક પોલીસે બાતમીના આધારે મહાદેવનગરમાં આવેલા જયરામભાઇ રવાભાઇ કોલીના વાડામાં દરોડો પાડી રૂ.1,050 ની કિંમતના વિદેશી દારૂની 3 બોટલ સાથે જયરામ રવાભાઇ કોલીને પકડી લીધો હતો જ્યારે અન્ય મનજી માવજીભાઇ કોલી દરોડા સમયે હાજર મળ્યો ન હતો. પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...