દશકાથી કરાતી માંગણી આખરે સંતોષાઇ:કાસેઝમાં જમીનોના ભાડામાં 33 %નો ઘટાડો કરાયો, સ્પે. ઇકોનોમીક ઝોનના ભાડામાં કરાયો ઘટાડો

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે થતા ભાડામાં 10 વધારાને ઘટાડીને 5 ટકા કરાયો : કાસેઝીયા દ્વારા અપાયો આવકાર

કચ્છની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બર સંકુલના વેપાર ઉદ્યોગના વિકાસ અર્થે સંકુલના વિવિધ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી એસોસીએશનોની વ્યાજબી પ્રશ્નો અને સમસ્યાઓને સંબંધિત રાજય અને કેન્દ્ર સરકારની ઓથોરીટી સમક્ષ તલસ્પર્શી અભ્યાસ કરીને અસરકારક રજુઆતો કરતી હોય છે જેને રાજય કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો તરફથી હંમેશા યોગ્ય પ્રતિસાદ મળતો હોય છે અને તેનું સંતોષકારક નિવારણ કરવામાં આવતું હોય છે.

દેશની આયાત-નિકાસને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય સાથે 1965માં તત્કાલિન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના હસ્તે સ્થાપવામાં આવેલું કંડલા ફી ટ્રેડ ઝોન દેશનું સર્વપ્રથમ આ પ્રકારનું ઝોન છે. સ્થાપના બાદ ઝોનમાં સેંકડો યુનિટો દ્વારા દેશની આયાત-નિકાસ ક્ષેત્રે મોડું યોગદાન આપ્યું છે જેના કારણે મોટા પાયે રોજગારીનું સર્જન થયું છે.

ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે, માનદ મંત્રી મહેશ તિર્થાણીએ તેમજ કાસેઝ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ પારસ જૈન અને માનદ મંત્રી રાજુ ચેલાણીએ જણાવ્યું કે, છેલ્લા દાયકાઓમાં ઝોન ઓથોરીટી દ્વારા ઉદ્યોગોને ફાળવાતી જમીનના લીઝ દરોમાં વર્ષોવર્ષ અતિશય ભાડા વધારો કરાતા ઉદ્યોગો આ અસહ્ય અને નાણાંકીય રીતે પરવડી ન શકે તેવા ભાડા વધારાના બોજના કારણે વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક રીતે ટકી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

જેના સંદર્ભે ગાંધીધામ ચેમ્બર અને કાસેઝ ઇન્ડસ્ટ્રી એસોસીએશન દ્વારા સ્થાનિક કક્ષાએ વખતોવખત રજુઆતો કરી હતી. ગાંધીધામ ચેમ્બર ધ્વારા આ અંગે તલસ્પર્શી અભ્યાસ કરીને દેશના અન્ય વિસ્તારોના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જમીનોના ભાડાના દરો અને કંડલા ઝોનના ભાડાના દરોની સરખામણી કરીને કેન્દ્રિય વાણિજય મંત્રી પિયુષ ગોયલ, વાણિજય સેક્રેટરી અને કાસેઝના ડેવલપમેન્ટ કમિશ્નર આકાશ તનેજા, (આઇ.ટી.એસ) અને સત્યદીપ મહાપાત્રા, જોઇન્ટ ડેવલપમેન્ટ કમિશ્નર, (આર.આર.એસ)ને વિગતવાર આંકડાકીય માહિતી સાથે વિસ્તૃત રજુઆતો કરી હતી. તથા તાજેતરમાં ડીજીએફટીના ડાયરેક્ટર જનરલ સંતોષકુમાર સારંગીની મુલાકાત સમયે પ્રતિનિધિમંડળના સ્વરૂપમાં રૂબરૂ મળી વિસ્તૃત આવેદનપત્ર આપી ભાડા વધારાના મુખ્ય પ્રશ્નની સાથે ઝોનને સ્પર્શતા અન્ય પ્રશ્નોની પણ રૂબરૂ મુલાકાતમાં છણાવટ કરી હતી.

જેનો ઓથોરીટી દ્વારા ખૂબજ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. કંડલા ઝોન ઓથોરીટીની મીટીંગમાં વર્ષો જુની રજુઆતોનું સંતોષજનક પરિણામ આવેલ છે. જેમાં હાલના પ્રવર્તમાન જમીનના લીઝ રેન્ટના દરોને 33% ઘટાડવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને તે પાછળની મુદતથી એટલે કે એપ્રિલ-22 થી લાગુ પાડી માર્ચ 2023 સુધી રહેશે.

ઉપરાંત પ્લોટોનો વાર્ષિક ભાડા વધારો જે અગાઉ 10% હતો તે પણ 5% ઘટાડી હવે પછી તેનો રીવીઝન કેલેન્ડર વર્ષે ન કરતા નાણાંક્યિ વર્ષના હિસાબો રાખવા, નાણાંકીય વર્ષ 2022-23 માટે વાર્ષિક વધારો નહિં કરવા અને વપરાશક્ત શુલ્ક (યુઝર્સ ચાર્જીસ) 2023-24 ના નાણાંકીય વર્ષ સુધી નહિં વધારવા નિર્ણય લેવાયો છે.

ગાંધીધામ ચેમ્બર અને કાસેઝ ઇન્ડસ્ટ્રી એસોસીએશનની સંયુક્ત રજુઆતોને મળેલી આ એક મોટી સફળતા છે જેનાથી આયાત-નિકાસ ક્ષેત્રે પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઉદ્યોગકારોને ઘણી મોટી રાહત મળશે અને કોવિડ જેવી વૈશ્વિક મહામારી અને યુકેન-રશિયા યુધ્ધ બાદ ઉદભવેલી આંતરરાષ્ટ્રીય વેપારની વિષમ પરિસ્થિતિમાં તેઓ દેશની આયાત-નિકાસ ક્ષેત્રે ટકી રહેવામાં સ્થિરતા મેળવી શકશે.

નિર્ણયને આવકાર, ઉદ્યોગોને થશે ફાયદો : કાસેઝીયા
કાસેઝીયાના પ્રમુખ પારસ જૈને જણાવ્યું હતું કે, વર્ષોથી આ અંગે કરાઇ રહેલી માગણીઓને આખરે સંતોષાઇ છે જે માટે ડેવલોપમેન્ટ કમીશનર અને જોઇન્ટ ડેવલોપમેન્ટ કમીશનરની હિંમતને અમે આવકારીએ છીએ. આ વર્ષોથી લંબિત એક મહત્વપૂર્ણ બદલાવ હતો. જેને લાવવામાં આવતા કાસેઝમાં કાર્યરત 150થી વધુ યુનિટોને ફાયદો થશે. આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને સરકાર આ વ્યવસ્થા તરફ વધુ આગળ તરફ દ્રષ્ટીપાત કરે તેની આકાંક્ષા સેવીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...