નિમણૂક:ગાંધીધામ વિધાનસભાના 27 રુટમાં 30 ઝોનલ ઓફિસરની નિમણૂક કરાઈ

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક બુથમાં સ્ટાફ, ઈવીએમ પહોંચાડવાની જવાબદારી

ગાંધીધમા વિધાનસભા મતવિસ્તારના 27 રુટ માટે 30 ઝોનલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે. જે તમામની તમામ બુથ માટે પ્લાનીંગ કરવું, સ્ટાફ અને ઈવીએમને સ્થળ પર પહોંચાડવા અને ચુંટણીના સમયે સમયસર મતદાનની માહિતી આપવાની જવાબદારી આપવામાં આવી હતી.

ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં 27 ઝોનલ રુટ ચીહ્નીંત કરાયા છે, જે માટે 30 ઝોનલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે. જે તમામ માટે હવે ટ્રેઈનીંગ સેશનનું આયોજન પણ કરવામાં આવશે, તમામ ઝોનલમાં અંદાજે 10 જેટલા મતદાન મથક આવે છે, જે માટે તેમને રુટ બનાવવો, તે માટે નિયુક્ત થયેલા સ્ટાફ, ઈવીએમને તે રુટ અનુસાર સમયસર પહોંચાડવા અને તે માટે તેમજ ચુંટણીના સમયગાળામાં દર બે કલાકે મતદાનની માહિતી આપતા રહેવાની જવાબદારી છે.

અન્ય સમાચારો પણ છે...