સરકારી સ્પીડ:આદિપુરમાં રોડ નિર્માણમાં નડતરરૂપ 30 વીજપોલ 7 મહિને હટ્યા, હવે કામ થશે

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઈન ટ્રાન્સફર કરવા 10 લાખ મંજુર છતાં થયો આટલો સમય બગાડ
  • વરસાદ પહેલા કામ નહિ પતે તો ખાડાઓથી સ્થાનિકોની સમસ્યાઓ વધવાની ભીતિ

આદિપુરના વોર્ડ નં. 1માં લુણંગદેવનગરમાં મહિનાઓથી રોડના નિર્માણને આડે 30 વીજથાંભલાઓ નડતર રુપ હોતા ખોદકામ થયા બાદ પણ રોડ નિર્માણ કાર્ય આગળ ધપતું નહતું. આખરે વીજતંત્રએ તેમને હટાવતા હવે રોડનું કામ આગળ વધી શકસે, વરસાદ પડે તે પહેલા કામ નહી પતે તો ખોદેલા ખાડાઓથી સ્થાનિકોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી શકે તેમ છે.

આદિપુરમાં છેલ્લા 6-7 મહિનાથી રોડના વિસ્તૃતિકરણનું કામ એટલા માટે અટકેલું હતું કેમ કે તે માટે આડે આવતા 30 જેટલા વિજ થાંભલાને તંત્ર હટાવતું નહતું. આ માટેની તમામ કાગજી કાર્યવાહી કરીને આખી વીજલાઈન ટ્રાન્સફર કરવા માટે 10 લાખ રુપીયા મંજુર થઈને પણ આવી ગયા બાદ રહી રહીને તંત્રએ આળસ ખંખેરીને કામ હાથ ધર્યું હતું અને ગત રોજ આ થાંભલાઓ હટાવવામાં આવતા હવે રોડનું કાર્ય આગળ વધી શકસે તેવું સુત્રોએ જણાવ્યું હતું. નોંધવું રહ્યું કે, આ પ્રકારની સમસ્યા ગુરૂકુળ રોડ નિર્માણ તેમજ અન્ય સ્થળોએ પણ ભૂતકાળમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...