લક્ષ્યાંક:તુણા ટેકરા પર 4243.64 કરોડના કન્ટેનર ટર્મિનલના પ્રોજેક્ટ માટેે 3 સમૂહોએ ટેન્ડર ભર્યું

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડી.પી. વર્લ્ડ, અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લી. તેમજ ક્યુ ટર્મિનલ્સએ રસ દાખવ્યો
  • સેટેલાઈટ પોર્ટ પર એક સાથે ત્રણ વેસલ હેંડલ કરવાની ક્ષમતા, હાલ 14નો ડ્રાફ્ટ 18સુધી લઈ જવાનું લક્ષ્યાંક

દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા સેટેલાઈટ પોર્ટ તરીકે ડેવલોપ કરાઈ રહેલા તુણા ટેકરા પર કન્ટેનર ટર્મિનલ માટે બહાર પાડેલા ટેન્ડરમાં ત્રણ મોટા સમુહોએ રસ દાખવીને ટેન્ડર ભર્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જેમાં ડી.પી. વલ્ડ, અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લીમીટેડ અને ક્યુ ટર્મીનલ્સ એલએલપીનો સમાવેશ થતો હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

ડીપીએ, કંડલા પીપીપી મોડલ પર તુણા ટેકરામાં મેગા કન્ટેનર ટર્મીનલનું નિર્માણ કરવા માંગે છે, જેની ક્ષમતા 2.19 મીલીયન કન્ટેનર હેડલ થઈ શકસે. 4243.64 કરોડના ખર્ચે આકાર લેનારા આ પ્રોજેક્ટમાં ટેન્ડરીંગ પ્રક્રિયામાં ભાગ લેવા ક્વોલીફાઈડ બિડર્સને ને આમંત્રીત કરાયા હતા.

જે માટે મુંબઈમાં કોન્ફરન્સ પણ કરાઈ હતી. 31મી ઓગસ્ટના આ મેગા પ્રોજેક્ટ માટે ટેન્ડર ભરવાની અંતિમ તારીખ હતી, આટલા ગાળામાં ત્રણ એક મુળ ભારતીય બે વીદેશી સમુહ મેદાનમાં ઉતર્યા છે. હવે આ ત્રણેયમાંથી કોન બાજી મારી જાય છે તે જોવું રહ્યું.

સુત્રોએ જણાવ્યું કે તુણા ટેકરામાં એક સાથે ત્રણ વેસલ હેંડલ થઈ શકે એટલી જગ્યા છે, તો અહી હાલમાંજ 14નો ડ્રાફ્ટ છે, જેને સંયુક્ત રીતે વધારીને 18સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે. જેથી વધુમાં વધુ મોટા જહાજો લાંગરી શકે. ચેરમેન એસ.કે. મહેતાએ આ પ્રોજેક્ટને ન માત્ર પોર્ટ પરંતુ ગાંધીધામની ઈકોનોમીને મહત્વપુર્ણ તેજી આપનારો ગણાવ્યો હતો.

અગાઉ પણ થયેલા પ્રયાસો બાદ કરાયા બદલાવ
તુણા ટેકરાને વિકસીત કરવાના અગાઉ પણ વારંવાર પ્રયાસો કરાઈ ચુક્યા છે, અગાઉની ટેન્ડરીંગ પ્રક્રિયામાં રહેલી ખામીઓને આ વખતે દુર કરીને તેને ટ્રેડ માટે આકર્ષક છુટછાટો અપાઈ છે, સુત્રોએ જણાવ્યું કે અગાઉ સર્વિસના દર નિશ્ચીંત કરવાનું દર્શાવાયું હતું, તો હવે માર્કેટની પરિસ્થિતિ અનુસાર તેમાં ફેરબદલની છુટ અપાઈ છે. આ વખતે આ પ્રયાસોને આવકાર પણ મળતા કેટલા જલદી વાસ્તવિકતાની જમીન પર ઉતરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...