પોલીસના દરોડો:કેફી હોવાની શંકા પરથી 248 આયુ. સીરપ જપ્ત

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાનવાળાના ગોદામ પર પોલીસનો દરોડો

ગાંધીધામના કલેક્ટર રોડ પર આવેલા ગ્રીન પાન સેન્ટરના ગોડાઉનમાંથી પેટ્રોલીંગ કરી રહેલી સ્થાનિક પોલીસે આયુર્વેદની આડમાં આલ્કોહોલનું વેંચાણ કરાતું હોવાની શંકા સાથે રૂ.37 હજારની કિંમતના આયુર્વેદિક ટોનીકની 248 બોટલો જપ્ત કરી એફએસએલમાં મોકલાવી હતી.

એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ ખન્ના માર્કેટ થી નેશનલ હાઇવે આઠ સુધી ગત સાંજે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમીયાન કલેક્ટર રોડ પર આવેલા ગ્રીન પાન સેન્ટરના ગોડાઉન રોડ પર દુકાન નંબર 6માં તપાસ કરતાં તેમાં શંકાસ્પદ બોક્સમાં રાખેલી ઓસવની બોટલો મળી આવી હતી. આ બોટલો બાબતે પ્રદિપભાઇ રામચંદભાઇ ધનવાણીને સાથે રાખી તપાસ કરતાં રુ.37,200 કિંમતના સ્ટોનેરિષ્ઠા આસવ અરિષ્ઠા અને સન નિદ્રા આસવ અરિષ્ઠાની 248 બોટલો મળી આવી હતી.

આ બોટલોનું બીલ માગતાં તે રજુ કરી શકાયા ન હતા. પોલીસે અલગ અલગ બ્રાન્ડની એક એક બોટલ તપાસ અર્થે એફએસએલમાં મુકી હતી. હેડકોન્સ્ટેબલ હીરેન ચાવડાએ જાણવા જોગ નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...