કોરોના અપડેટ:તહેવારોના ટાંકણેજ કોરોનાનો કુદકો, ગાંધીધામમાં 24 કેસ

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે જિલ્લામાં કુલ 52 કેસ નોંધાયા, જેમાં સર્વાધિક કેસ આદિપુરમાં સામે આવ્યા
  • જિલ્લામાં કુલ સક્રિય કેસ 197 તો ગાંધીધામમાં આંકડો 50ને પાર કરી ગયો

શનિવારે કોરોનાએ કુદકો મારતા એક સાથે 24 કેસ માત્ર ગાંધીધામમાં નોંધાયા હતા. કચ્છભરમાં કુલ કેસ 52 જોવા મળ્યા, જેમાં અબડાસામાંએક, અંજારમાં 8, ભચાઉમાં 1, ભુજમાં 7, મુંદ્રામાં 1, નખત્રાણામાં 7 અને રાપરમાં 3 કેસ સામેલ છે. આ સાથે 30 અગાઉ પોઝિટિવ આવેલા સાજા થઈ જતા તેમને ડિસ્ચાર્જ પણ કરાયા હતા.

ગાંધીધામ તાલુકામાં શનિવારે જાહેર થયેલા 24 નવા કેસમાંથી મહતમ આદિપુર વિસ્તારના હોવાનું જાણવા મળે છે. જેમાં આખા પરિવારજ પોઝિટિવ સામે આવ્યા છે. આ સાથે ગાંધીધામમાં કુલ સક્રિય કેસની સંખ્યા 50ને પાર કરી ગઈ છે, તો જિલ્લામાં કુલ સક્રિય કેસ 197 થવા પામ્યા છે.

કોરોનાના ભયાવહ કાળ બાદ આ વર્ષે તહેવારોને સામાન્ય સ્થિતિમાં ઉજવણી કરવાની રાહ જોવાઈ રહી છે ત્યારે ધીમે પણ સતત વધતા કેસની ચીંતા પણ વધવા પામી છે, આ સાથે હજી સુધી ગાંધીધામમાં કોરોના પોઝિટિવ આવેલા વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી તે નોંધપાત્ર અને આરામદેહ બાબત છે,પરંતુ તેની સામે કેસો સતત વધતા હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન લેવાની જેમને બાકી હોય તેમને શિઘ્રતા દાખવીને લઈ લેવાની અપીલ કરાઈ રહી છે.નોંધવું રહ્યું કે, શહેરના સરકારી વ્યવસ્થાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ પણ રસી લેવાની બાબતમાં ઢીલ કરતા હોવાનું સામે આવી રહ્યું છે.

શનિવારે 3700 લોકોએ વેક્સિન લીધી, સર્વાધિક 307 ભારતનગર કેન્દ્રમાં થયુ રસીકરણ
શનિવારે ગાંધીધામ તાલુકાના વિવિધ સેન્ટરોમાં થયેલા રસીકરણમાં કુલ 3700 લોકોએ વેક્સિન લીધી હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું. તો સર્વાધિક રસીકરણ ઉતર ભારતીય કચ્છ સેવા સમાજના પ્રાંગણમાં ઉતર ભારતીય ક્ષત્રિય વિકાસ પરિષદ દ્વારા આયોજિત કેમ્પમાં થયું હતું. જેમાં 304 લોકોનું રસીકરણ કરાયું હતું. આયોજનને સફળ બનાવવા અધ્યક્ષ સંતોષ પાલ સિંહ, અનિલ સિંહ, રાજેશ સિંહ, સુરેશ સિંહ, પ્રવીણ મદનેશ, રામ યાદવ, હેમચંદ્ર યાદવ, સહદેવસિંહ યાદવ સહિતનાએ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...