ગાંધીધામ-અંજાર સંકુલમાંથી રોજીંદી નોંધાતી બાઇક ચોરીની ઘટનાઓ વચ્ચે આદિપુર પોલીસે રૂ.2.30 લાખની કિંમતના 10 ચોરાઉ વાહનો સાથે 1 ને પકડી લઇ આદિપુર, ગાંધીધામ અને અંજાર પોલીસ મથકે નોંધાયેલા 10 વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલી લેતાં રાહતનો શ્વાસ લીધો હતો.
આદિપુર પોલીસ મથકના પીએસઆઇ એચ.એસ.તિવારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન હેડકોન્સ્ટેબલ વનરાજસિંહ દેવલ અને કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે ડીસી-5 ના પાછળના વિસ્તારમાંથી પોકેટકોપ સોફ્ટવેરની મદદથી તુણા વંડીમાં રહેતા તોફિક મહેદ્દીન ચબાને રૂ.2,30,000 ની કિંમતના4 એક્ટિવા અને 6 બાઇકો મળી 10 ચોરાઉ વાહનો સાથે પકડી લઇ આદિપુરમાં નોંધાયેલી 5, ગાંધીધામએ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી 2 અને અંજાર પોલીસ મથકે નોંધાયેલી 3 વાહન ચોરીના ભેદ ઉકેલી લીધા હતા.
વાહન ચોરી અટકાવવા આટલી તકેદારી રાખો - પોલીસ
આદિપુર પીએસઆઇ હરેશ તિવારીએ લોકોને વાહન ચોરી અટકે તે માટે હેન્ડલ લોક કરવા, બની શકે ત્યાં સુધી સીસી ટીવી કેમેરાની નજર હેઠળ પાર્ક કરવા, આરસી બુક જરુરી દસ્તાવેજ વગરના વાહનો ન ખરીદવા, બીનવારસુ વાહનો દેખાય તો નજીકના પોલીસ મથકને જાણ કરવી, ગેરેજ માલિકોએ કાગળ વગરના વાહનો ન ખરીદવા તથા શંકાસ્પદ વાહન વેંચાણમાં આવે તો તકેદારી રાખવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.