આયોજન:વોર્ડ 12, 13ના સેવાસેતુ કાર્યક્રમમાં આવેલી 220 અરજીનો નિકાલ કરાયો

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઠમા તબક્કાનો છઠ્ઠો કાર્યક્રમ શહેરના ટાઉનહોલ ખાતે યોજાયો

ગાંધીધામ નગરપાલિકાના વોર્ડ નં. 12 અને 13ના 8મા તબક્કાનો છઠ્ઠો સેવા સેતુ કાર્યક્રમ આજે યોજાયો હતો. જેમાં આવેલી 220 અરજી પૈકી તમામનો નિકાલ કરાયો હોવાનો દાવો સત્તાપક્ષે કર્યો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠકકર, ઉપપ્રમુખ, કચ્છ–જીલ્લા ભાજપ મીનાક્ષીબેન ભટ્ટ, કચ્છ–જીલ્લા ભાજપ નિલમબેન લાલવાણી, બળવંતભાઈ ઠકકર, પુનિતભાઈ દુધરેજીયા, મહેન્દ્રભાઈ જુનેજા, વિજયસિંહ જાડેજા, પ્રવિણભાઈ મહેશ્વરી, મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડા, આરોગ્ય અધિકારી ડો.દિનેશભાઈ સુતરીયા ઉપરોકત વોર્ડના તમામ સદસ્યઓ તથા અન્ય હોદેદારો, મહાનુભાવોની હાજરીમાં તથા વહીવટી તંત્રના જુદા જુદા વિભાગોના અધિકારીઓની હાજરીમાં નાગરીકોને ત્વરીત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી હતી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ 220અરજીઓ મળી હતી. જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 220 અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરાયો હતો.

આ વોર્ડના અનેક લોકો લાંબા અંતરને કારણે સુવિધાથી વંચિત રહ્યા : વિપક્ષ
ગાંધીધામના વોર્ડ 12 અને વોર્ડ 13ના ટાઉનહોલ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ બાબતે ગાંધીધામ પાલિકાના વિપક્ષી નેતા સમીપભાઇ જોશીએ જણાવ્યું હતું કે, આ વોર્ડના વિસ્તારોમાં સેક્ટર 5, 6 અને 7, પાવર હાઉસ, હાઉસિંગ બોર્ડનો સમાવેશ થાય છે. આજ વિસ્તારમાં કાર્યક્રમ યોજવાને બદલે ટાઉનહોલમાં થયેલા આયોજનથી બેથી ત્રણ કિલોમીટર દૂર લોકોને જવું પડ્યું હતું. લાંબા અંતરને કારણે અનેક લોકો સુવિધાથી વંચિત રહ્યા હોવાનો આક્ષેપ કરી તેમણે જણાવ્યું હતું કે, સરકારના છેવાડાના લોકો સુધી લાભો પહોંચાડવાનો ઉદ્દેશ્ય માત્ર ઔપચારીક બની રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...