5 જહાજોને પણ પરત જવું પડશે?:ઘઉં વેંચ્યા બાદ અનલોડ ન થતા એમપીથી 200 વેપારીએ નાખ્યા ગાંધીધામમાં ધામા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ થયેલા સોદાઓ કેન્સલ થઈ રહ્યા છે
  • કોઇની ત્રણ તો કોઇની 20 ટ્રક અટવાયેલી છે, જેનો સોદો પાર પાડવા પ્રયાસ
  • હવે એસઆઈપીસીમાં હજાર ટ્રક હોવાનો અંદાજ

કંડલામાં ઘઉં અનલોડ કરવા આવેલા ટ્રકો તો પરત જઈ રહ્યા છે, પરંતુ તે ઘઉંને લેવા બુક કરાયેલા જહાજો પણ જે વેઈટીંગમાં છે, તેમનું શું થશે તે પર પ્રશ્નો ઉભા થયા છે. સુત્રોનું માનીયે તો તેમણે પણ અન્ય કોલ પર જવું પડશે અથવા અન્ય કોમોડીટીઝનો સહારો લેવો પડે તે સંભવ છે. બીજી તરફ કંડલામાં આવી રહેલા ઘઉંનો બહુ મોટો ફાળો મધ્યપ્રદેશથી છે ત્યારે હવે પ્રતિબંધથી અટકેલા ટ્રકોમાંથી ઘઉંનું અનલોડીંગ ન કરાતા પોતાનો જથ્થો ક્લીયર કરાવવા એમપીથી અંદાજે 200 જેટલા વેપારીઓ ગત બે દિવસમાં ગાંધીધામ આવી પહોંચ્યા છે.

નુકશાનીમાં જતા સોદાઓમાં હવે માલનું ધણી કોઇ બનવા તૈયાર ન થતા હોવાનો માહોલ બનવા પામ્યો છે. ડીપીએ કંડલામાં આવેલા લાખો ટન ઘઉં સ્થાનિક ફુડ સીક્યોરીટીના કારણે લગાવેલા પ્રતિબંધથી એક્સપોર્ટ નહી થઈ શકે આવો સ્પષ્ટ સંદેશ ડીજીએસટી દ્વારા અપાયા બાદ હવે દરેક સંલગ્ન ટ્રેડ સાથે જોડાયેલા પોત પોતાની લડાઈ લડવા મજબુર બન્યા છે.

13મે પહેલાની એલસી વિના એક્સપોર્ટ શક્ય ન હોવાથી તે પ્રકારના ઘઉંનો જથ્થો ખરીદદાર પેઢીઓ દ્વારા હજી સુધી અનલોડ નથી કરાઈ રહ્યો. કાર્ગો ન છુટતા વાહન ફ્રી નથી થઈ રહ્યા અને પેમેન્ટ નથી થઈ રહ્યા. પરિણામ સ્વરુપ જેમના સોદાઓ પુરા નથી થઈ રહ્યા તે મધ્યપ્રદેશના 200 જેટલા વેપારીઓ, ટ્રેડર્સ ગાંધીધામ આવી પહોંચ્યા છે. તેમના દ્વારા ટ્રકોને ખાલી કરાવવા સતત જાણી બુઝીને મોડું કરાઇ રહ્યું હોવાનો સૂર વ્યક્ત કરાયો હતો. તેમનું કહેવું છે કે, જાણે એવા પ્રયાસ થઇ રહ્યા છે કે, કંટાળીને વેપારી પોતાનો જથ્થો અન્યત્ર લઇ જાય.

‘અમે માલ વેંચ્યો છે, એક્સપોર્ટ ન થાય તે માટે ખરીદનાર જવાબદાર ગણાય’
નામ ન જણાવવાની શરતે છેલ્લા ત્રણ દિવસથી ઈન્દોરથી ગાંધીધામ આવેલા વેપારીએ જણાવ્યું કે અમારો 200થી વધુ ટન જથ્થો તો એવો છે જે લોડજ નથી કર્યો, મલ્ટી નેશનલ કંપનીઓએ પહેલા થયેલા આ સોદા અંગે સીધી નાજ પાડી દીધી છે, તો જે લોડ થઈને અહી સુધી આવી ચુક્યો છે તે અંગે પણ ગલ્લાતલ્લા કરી રહ્યા છે, ત્રણ દિવસથી કેટલાય મનામણા કર્યા બાદ ધીરે ધીરે અનલોડ કરી રહ્યા છે. અહી ડ્રાઈવરોને ખુબ ઉંચા ભાવે ચા, પાણી જેવી પ્રાથમિક વસ્તુઓ મળી રહી છે. અમે માલ વેંચ્યો છે, તેને તેવો એક્સપોર્ટ કરે, લોકલ માર્કેટમાં વેંચે કે જે કરે, તે માટે તે પોતે જવાબદાર બને છે.

અન્ય સમાચારો પણ છે...