અંજાર તાલુકાના મેઘપર-બોરીચીની સીમમાં આવેલી એક ખાનગી કંપનીના એક પ્લાન્ટનાં તાળાં તોડી તેમાંથી રૂપિયા 1,95,000ના વાયરની કોઇ શખ્સોએ ચોરી કરી હતી.
અંજાર-ગળપાદર રોડ પર આવેલી ઓઝોન પ્રા. લી. કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અશ્વિનકુમાર કંસારાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 21 જુલાઈના રાત્રે કોઈ અજાણ્યા ચોર ઈસમો કંપનીમાં ત્રાટક્યા હતા. જેમાં કંપનીના ટીન પ્લાન્ટના દરવાજાના તાળા તોડી તથા બારીનો કાચ તોડી તેમાં રાખેલા રૂપિયા 1,95,000ની કિમતના લગભગ 350 કિલો ડબ્બા જોડવા માટે વપરાતા કોપરના કેબલોની ચોરી કરી ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.