ગાંધીધામના વેપારી પાસેથી પ્લાસ્ટિકના દાણા ખરીદી કર્યા બાદ ટેક્સ સહિત કુલ રૂ.19.21 લાખ ન ચૂકવી હાલોલની પ્લાસ્ટિક કંપનીના માલિકે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ વેપારીએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.
ગાંધીધામના ઝૂલેલાલ મંદિર પાસે રહેતા અને મેસર્સ શાલિભદ્ર પોલીમર્સ નામથી પ્લાસ્ટિક રો મટિરિયલ્સનો વેપાર કરતા સન્નીભાઇ નરેન્દ્રભાઇ શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ-2021 માં હાલોલ સ્થિત દિવ્યા પ્લાસ્ટિક ટ્રેડિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિક મોહનલાલ ભમરલાલજી શાહ સાથે સંપર્ક થયા બાદ પ્લાસ્ટિકના દાણાનો વેપાર શરૂ થયો હતો શરૂઆતમા઼ કરેલા વેપારના રૂ.2,47,060 લેવાના બાકી હતા અને તા.6/10/2021 ના રોજ તેમની પાસેથી રૂ.25000 કલો પ્લાસ્ટીક રો મટિરિયલ ખરીદ્યું હતું.
જેનું બિલ ટેક્સ સહિત કુલ રૂ.16,74,125 થયું હતું. માલ સમયસર પહો઼ચી ગયા બાદ પેમેન્ટ 20 દિવસમાં કરવાનો વાયદો કર્યો હતો પરંતુ આજ દિવસ સુધી પેમેન્ટ તો ન કર્યું ફોન કર્યો તો તમારાથી થાય તે કરી લેજો કહ્યું હતું. તેમણે હાલોલની પ્લાસ્ટિક કંપનીના માલિક સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.