કાર્યવાહી:1.92 લાખની ચોરાઉ પ્લેટ સાથે 4 લાખની મતા કબ્જે, એલ્યુમિનિયમની પ્લેટો ચોરતા 5 દબોચાયા

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓળખ થયેલા ચાર આરોપીને હજી પકડવાના બાકી, ઉપયોગમાં લેવાતી બોલેરો પણ ઝડપાઈ

ગાંધીધામમાં લાક્ડાના બેન્સાઓમાંથી એલ્યુમીનીયમની પ્લેટો ચોરી કરતા 5 આરોપીઓને પોલીસે ખોડીયાર નગર ઝુપડાથી 3.92 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.એ ડિવિઝન પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સ સોર્સ થકી લાકડાના બેન્સઓમાંથી પ્લેટો ચોરી કરતા શખ્સ મુન્નાભાઈ સતાભાઈ ભીલ (ઉ.વ.22), સંજય પોપટભાઈ ભીલ (ઉ.વ.23), સુનીલ મનજીભાઈ ભીલ (ઉ.વ.20), અશોક ગાંડાભાઈ દેવીપુજક (ઉ.વ.27), રામનાથ વીરનાથ નાથબાવા (ઉ.વ.60) ને 1.92 લાખના 48 એલ્યુમીનીયમ પ્લેટો, એક બોલેરો પીકઅપના 2 લાખ મળીને 3.92ની મતે કબ્જે કરાઈ હતી.

બીજી પકડવાના આરોપીઓ નાગજી ઉર્ફે નગો લક્ષ્મણ કોલી, શાંતીલાલ રણછોડ ભીલ, ચડો કોલી, નીકુલ નારણ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપીઓ બેન્સાઓમાંથી પ્લેટો ચોરી કરવાની જુની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આ કામગીરી પીઆઈ એ.બી. પટેલની સાથે સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી.

ખોડીયાર નગરમાં અસામાજિક પ્રવૃતિઓનો અડ્ડો બનતા અટકાવો
ખોડીયાર નગરમાં ફેક ડોક્ટરોથી લઈને અનૈતિક પ્રવૃતિઓ તેમજ સામાજિક સ્તરે તેમજ સભ્ય સમાજ માટે ક્ષોભજનક ગતીવીધીઓ ચાલતી હોવાની ચર્ચા ઉઠતી રહી છે. ત્યારે હવે ચોરી જેવી ઘટનાઓના છેડા પણ બહાર આવતા ખોડીયાર નગરને અસામાજિક પ્રવૃતિઓનો અડ્ડો બનતો રોકવા અનેકવિધ પ્રયાસો થવા જરૂરી છે. શહેરના પ્રબૃદ્ધ વર્ગનું માનવું છે કે આ માત્ર કાયદાના જોરે નહી થઈ શકે, પરંતુ તેમા સામાજિક, આર્થિક ક્ષેત્રે પણ કાર્ય કરવાની આવશ્યકતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...