તપાસ:18 લાખ બાદ ઈન્કમટેક્સ વિભાગને ઘરેથી વધુ 13 લાખ રોકડ મળી આવી

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમર્શીયલ દ્રષ્ટિકોણને ધ્યાને રાખી આવક વેરા વિભાગ દ્વારા ચાલતી તપાસ, કુલ 31 લાખ જપ્ત કરાયા

આદિપુરમાં વિશેષ સ્ક્વોડ દ્વારા અગ્રણીના ઘરે પહોંચેલી ટીમે 18લાખ ની રોકડ મળી આવી હતી. ત્યારબાદ ઈંકમટેક્સ વિભાગને જાણ કરીને હાથ ધરાયેલી તપાસમાં વધુ 13 લાખ રોકડ મળી આવતા તેનું પણ સીઝર કરાયું હતુ. આમ, આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ 31 લાખનું સીઝર કરાયું છે. સુત્રોએ જણાવ્યું કે આ પ્રકરણમાં રાજકીય નહિ પરંતુ માત્ર કોમર્શીયલ દ્રષ્ટિકોણથી તપાસ ચાલી રહી છે.

ગત સપ્તાહે અંજાર તાલુકા પંચાયતમાં હોદ્દેદાર રહી ચુકેલા આદિપુર રહેતા શંભુભાઇ માદેવાભાઇ આહિરના ઘરે પોલીસની ટીમ સાથે ફ્લાઇંગ સ્ક્વોડ પહોંચી હતી. પ્રવેશવા મુદ્દે આનાકાની દરમ્યાન ત્રણ થી ચાર જણાએ બહાર નીકળી કારમાં ભાગવાની કોશિષ કરતા પોલીસની ટીમે પકડી લીધા હતા.

આ ચારેયની તલાશી લેતાં તેમની પાસેથી 18 લાખ જેટલી માતબર રકમ મળી આવી હતી. આ બાબતે ઈંકમટેક્સ વિભાગને જાણ કરાતા આઈટીની ટીમે આવી પહોંચીને ઘરે પણ સર્ચ હાથ ધરી હતી. સુત્રોએ જણાવ્યું કે આ તપાસમાં વધુ 20થી વધુ રોકડ રકમ મળી હતી, જેમાંથી કેટલીક રકમના આધાર પુરાવા દર્શાવવામાં પાર્ટી સફળ થતા, ઘરખર્ચી સીવાયના કુલ 13 લાખ રોકડને સીઝ કરાયા હતા. આમ અગાઉ 18 લાખ બાદ વધુ 13 લાખ રોકડ મળીને કુલ 31 લાખ રોકડનું સીઝર થયું હતું.

આ પ્રકરણમાં અગાઉ જે ઈશારો ચુંટણીના બેઠક ઈન્ચાર્જ અધિકારી દ્વારા કરાયો હતો તેમ ઈંક્મટેક્સ વિભાગ દ્વારા પણ આ કેસમાં રાજકીય દ્રષ્ટિકોણ પ્રાથમિક તપાસમાં બહાર ન આવતું હોવાનું અને કોર્મશીયલ દ્રષ્ટિકોણથીજ તપાસ વિભાગ દ્વારા સ્વતંત્ર રુપે હાથ ધરાઈ રહી હોવાનું જણાવાયું હતું.

મધ્યસ્થિ કરવા આવેલા અગ્રણીની પૂછપરછ પણ કરી લેવાઈ હતી
ચુંટણીને અનુલક્ષીને નિર્મીત વિશેષ સ્ક્વોડની આ કાર્યવાહી દરમ્યાન અન્ય એક અગ્રણી મધ્યસ્થી માટે સ્થળ પર પહોંચતા તેને પણ થોડા કલાક બેસાડીને પૃચ્છા કરી લેવાઈ હોવાનું પણ સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...