દીન દયાળ પોર્ટ બર્થ નંબર 13ના વિકાસની મંજુરી આપતા 75,000 DWT સુધીના જહાજોના સંચાલન માટે રૂ. 168 કરોડનો બર્થ વિકસાવવામાં આવશે તેવી જાહેરાત શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બંદરો માટેનું PPP મોડલનું વિઝન અંતર્ગત પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT)ને મંજૂરી આપી છે ‘બર્થ નંબર 13’ એ વિકાસ કરવાની મહત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કરાયું છે આ પ્રોજેક્ટ રૂ. 167.88 કરોડના અંદાજિત ખર્ચે વિકસાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તેના હિતધારકોને વિશ્વ કક્ષાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ પ્રદાન કરવા અને અંતરિયાળ વિસ્તારોની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવી રહ્યો છે.
આપણા બંદરોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું છે, આ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે, જેનાથી ગુજરાત, ઉત્તર અને પશ્ચિમ ભારતના વેપારમાં વધારો થશે તેમ સોનોવાલે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, સૂચિત સુવિધા કન્ટેનર કાર્ગો માટે 0.10 મિલિયન TEU (ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ) અને 75,000 DWT અથવા સમકક્ષ TEU સુધીના બહુહેતુક સ્વચ્છ કાર્ગો હેન્ડલિંગ જહાજો માટે 4.20 MMTPA ની મહત્તમ ક્ષમતા સાથે વિકસાવવાનું આયોજન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.