કોરોનાની આગેકુચ:ગાંધીધામમાં 16, જિલ્લામાં 32 કેસ નોંધાયા, કચ્છમાં સક્રિય કેસ 112 તો શહેરમાં 57એ પહોંચ્યા, ભુજમાં નવા 5 કેસ

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના રેલવે કોલોની, સેક્ટર એરિયામાં વધુ કેસ

કોરોનાની છેલ્લા કેટલાક દિવસોમાં ધીમી રફ્તાર અને પીછેહટ જોવા મળ્યા બાદ ફરી નવા કેસોમાં આક્રમતા જોવા મળી હોય તેમ શુક્રવારે જિલ્લામાં કુલ 32 કેસ સામે આવ્યા હતા, જેમાળંથી 16 માત્ર ગાંધીધામમાં જોવા મળ્યા હતા. શુક્રવારે જિલ્લા વહિવટી તંત્રે જાહેર કરેલી યાદી અનુસાર અંજારમાં 7, ભચાઉમાં એક, ભુજમાં 5, ગાંધીધામમાં 16, લખપતમાં એક, મુંદ્રામાં એક અને રાપરમાં એક કેસ આમ, કુલ 32 કોરોના કેસ નોંધાયા હતા. ગાંધીધામમાં આ સાથે કુલ સક્રિય કેસનો આંકડો 57એ પહોંચ્યો હતો. સુત્રોએ જણાવ્યું કે ગાંધીધામમાં રેલવે કોલોનીમાંથી સતત નવા કેસ આવી રહ્યા છે, તો આવોજ તાલ સેક્ટર એરીયા અને આદિપુરનો છે.

પોર્ટ હોસ્પિટલમાં લગાતાર 75 દિવસ ચાલનારા વેક્સિનેશન કેમ્પની શરૂઆત
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ગોપાલપુરીની પોર્ટ હોસ્પિટલમાં કોરોના વેક્સિનને સતત 75 દિવસ એટલે કે આગામી 30મી સપ્ટેમ્બર સુધી આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે સેક્રેટરી હરીચંદ્રન, સીએમઓ ડો. અનીલ ચેલાણી, ડે. સેક્રેટરી વાય.કે. સીંઘ, ડો. સુતરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...