ચુંટણીની તૈયારીઓનો ધમધમાટ:ગાંધીધામ વિધાનસભાના 309માંથી 150 બુથ સંવેદનશીલ હોવાનું પ્રસ્તાવિત

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગત ચુંટણીમાં 129 બુથને ક્રિટીકલ ચિહ્નીંત કરાયા હતા
  • મામલતદાર, પોલીસ સહિતના વિભાગોની બેઠક મળી, જિલ્લા ક્લેક્ટરમાં રિપોર્ટ મોકલાયો

ગાંધીધામમાં વહીવટી તંત્રએ ચુંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે, પોલીસ વિભાગ, મામલતદાર સાથે મળેલી બેઠકમાં ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારના બુથો અંગે ચર્ચા વિચારણા કરીને વિસ્તારમાં આવેલા કુલ 309 બુથમાંથી 150ને સંવેદનશીલ હોવાની દરખાસ્ત કચ્છ સમાહર્તા સમક્ષ કરી હતી. ગત ચુંટણીમાં ક્ષેત્રમાંથી 129 બુથને ક્રિટીકલ એટલે કે સંવેદનશીલ જાહેર કરાયા હતા. આ વખતે તેની સંખ્યામાં પ્રસ્તાવિત વધારાને માન્ય રખાય છે કે કેમ તે જોવું રહ્યું.

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે વહીવટી તંત્રએ તેની આગોતરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દીધી છે. ગાંધીધામ- 5 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 309 મતદાન મથકો આવેલા છે.

જે અંગે મામલતદાર, પોલીસ વિભાગની બેઠક મળી હતી. જેમાં વિચાર વિમર્સ બાદ 150 બુથને ક્રિટીકલ એટલે કે સંવેદનશીલ હોવાની માહિતી સમાહર્તા સમક્ષ રખાઈ હતી. ગત વિધાનસભાની ચુંટણીમાં સંવેદનશીલ બુથ 129 હતા, જેમાં હવે વધારાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. વર્તમાન ગાંધીધામ વિધાનસભા ક્ષેત્રમાં 222 ગાંધીધામમા, 1 વરસાણા અને અન્ય ભચાઉ તાલુકામાં મતદાન મથકો આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...