આધોઈમાં સાર્વજનીક પ્લોટમાં મકાન ચણતર કરવાની ના પાડતા 15 આરોપીઓએ ધોકા વડે હુમલો કરતા એકજ ફરિયાદી પરિવારના ત્રણ ઘાયલ થયા હતા. તો બે વાહનોમાં નુકશાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. સામખિયાળી પોલીસ મથકે આધોઈના સાહુનગરમાં રહેતા જયંતીભાઈ ભટ્ટીએ આરોપીઓ ભરત વજા ગંઢેર, ઉગા વજા ગંઢેર, પ્રેમજી વજા ગંઢેર, રમેશ હિરા પાતળીયા, બબીબેન હિરા પાતળીયા,નાવીબેન ભરત ગંઢેર, રસીલાબેન પ્રેમજી ગંઢેર, કમીબેન ઉગાભાઈ ગંઢેર, દયાબેન ઉગાભાઈ ગંઢેર, સંજુ ઉગાભાઈ ગંઢેર, માવજી ઉગાભાઈ ગંઢેર, જીતુ પ્રેમજી ગંઢેર, રણજીત પ્રેમજી ગંઢેર, ટપુ પ્રેમજી ગંઢેર, નૈનાબેન પ્રેમજી ગંઢેર સામે ફોજદારી નોંધાવી હતી.
ફરિયાદમાં તેમણે જણાવ્યું કે આ 12/12ના સાંજના ફરિયાદી, તેની પત્ની અને માતા ત્રણે ઘરમાં હતા ત્યારે કૌટુબિંક ભાઈઓ ભરત, ઉગા, પ્રેમજી, ભાણેજ રમેશ ચારેય હાથમાં ધોકા લઈને આવ્યા અને ફરિયાદીને કહેવા લાગ્યા કે “તારા ઘર પાસે સાર્વજનિક પ્લોટમાં અમે ઘર બનાવીશું’ જેની ફરિયાદીએ ના પાડતા આરોપીઓએ બોલાચાલી કરી ધોકા વડે હુમલો કરતા, ફરિયાદી, તેની પત્ની અને માતા ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા હતા, તો ફરિયાદીની કાર અને દ્રી ચક્રી વાહનમાં પણ નુકશાન પહોંચાડાયું હતું. પોલીસે 15 વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.