ચર્ચા:કંડલા પોર્ટ કર્મચારી સંઘની મીટિંગમાં કામદારોને સ્પર્શતા 13 મુદ્દા ચર્ચાયા

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેન્શન, ખાનગીકરણ સહિતના મુદ્દા તંત્રના ધ્યાને રખાશે

ગુજરાત ઇન્ટુકની શુક્રવારે કારોબારીની મીટિંગમાં કામદારોને કઇ રીતે અન્યાય થાય છે તે અંગેના 13 મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા 2014માં લઘુતમ વેતનનો સુધારો કરવા જેમાં દર 5 વર્ષે વેતનમાં બઢોતરી થવું જોઇએ તેના પર થઇ હતી. કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબુદ કરી સરકારને કામદારોને કાયમી રોજગાર આપવું, હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ દ્વારા કામદારોના પ્રશ્નો ઉપર આપેલા હુકમોનું પાલન થતું નથી, જેથી સરકારી કચેરીઓ સામે આંદોલનની ફરજ પડે છે.

અસંગઠિત કામદારોને સામાજિક સુરક્ષાના લાભો ગુજરાત સરકાર જાહેર કરે અને તેથી ખાનગીકરણ પર રોડ આવે, બાંધકામના કાર્મચારીઓ ફેક્ટરીઓ, કાર્યરત કામદારોને પેન્શનના લાભ, ઇપીએફ સ્કીમના લાભ વગેરે મુદ્દે ચર્ચા થઇ હતી. સરકારી એસટી બસ સર્વિસને લગતા સવાલો તાત્કાલિક વાટાઘાટો દ્વારા હલ કરવા જેમાં ખાસ કરીને પ્રે-ગ્રેડ, મોંઘવારી ભથ્થુ તેમજ અનેક એલાઉન્સેન્સમાં યોગ્ય સમયે વધારો કરવા અને મોટા પાયે ફેકટ્રીઓમાં જે અકસ્માતો અને અપમૃત્યુમાં કામદારો પોતાની જાન ગુમાવે છે તેનો યોગ્ય કાનૂની મદદ અને સહાય મુદ્દે પણ ચર્ચા થઇ હતી.

મીટિંગના પ્રમુખ સ્થાને ગુજરાત રાજ્યના ઇન્ટુકના પ્રમુખ નૈષદભાઇ દેસાઇ, મહામંત્રી મોહનભાઇ આસવાણી, મણીલાલ સોલંકી, ધીરેન્દ્રસિંહ સોલંકી, અશોક પંજાબી, કેપીકેએસના કામદાર અગ્રણી રાણાભાઇ વિસરીયા, દેવરાજ મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...