છેતરપિંડી:વેપારી સાથે રૂપિયા છુટા આપવાના નામે 12.20 લાખની છેતરપિંડી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં જૂના ગ્રાહકે સ્વામી. મંદિરના ટ્રસ્ટીની ઓળખ આપી

ગાંધીધામના વેપારીને મોટી નોટના છુટા કરાવીને નાની નોટ મેળવવા સંદર્ભે પ્રયાસમાં કડવો અનુભવ થયો હતો. ભુજના ગામના એક જુના ગ્રાહકે પોતાનો સંપર્ક એક ટ્રસ્ટી સાથે હોવાનું કહીને એક વાર 5 લાખની નાની નોટો આપ્યા બાદ બીજી વાર 12.20 લાખ લઈને 4 મહિનાથી વધુ સમય વિત્યા છતાં પરત ન આપતા બન્ને વિરુદ્ધ છેતરપિંડીની કલમો તળે ગાંધીધામમાં ગુનો નોંધાયો હતો.

ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે શહેરમાં સીલેક્શન સેન્ટર જોકી શોરુમ ધરાવતા ડિમ્પેસ નિતીનભાઈ મહેતાએ આરોપી મુસ્તફા ગુલામશા શેખ અને કેશા ભીમા ચૌધરી સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો હતો. જેની ફરિયાદમાં જણાવાયું કે વેપારમાં મોટા દરની નોટો આવતી હોવાથી નાના દરની નોટોની આવશ્યકતા રહે છે.

તેમની દુકાને અવાર નવાર ગ્રાહક તરીકે આવતા ભુજ તાલુકાના કનૈયાબેના રહેવાસી મુસ્તફા ગુલામશા શેખએ ફરિયાદી વેપારીના સ્ટાફ સાથે નાની નોટોમાં બદલાવ કરવો હોય તો અંજાર સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી ઓળખતા હોવાનો હવાલો આપીને તેના ટ્રસ્ટી તરીકે કેશા ભીમા ચૌધરી સાથે મુલાકાત કરાવી હતી. જે બન્નેએ મળીને એક 29/06ના 5 લાખ રુપીયાની નોટો બદલી આપી હતી. ત્યારબાદ વધુ નાના દરની નોટોની જરૂર રહેતા તેમણે કુલ વધુ 12.20 લાખ રુપીયા નોટો બદલાવવા આપ્યા હતા. આ નાણા 30/06ના આપતા હાલ મહિનાની છેલ્લી તારીખ હોવાથી કાલે થશે, તેમ કહ્યા બાદ 1/07ના અન્ય ટ્રસ્ટીઓ સાથે હોવાનું કહીને એજ રાગ 05/07 સુધી આલાપ્યો હતો.

ફરિયાદીએ ભચાઉના વોંધમાં રહેતા આરોપીને 11/07ના મળતા 11/07ના નાની નોટૉ શક્ય ન હોવાથી 31/08 સુધીમાં ચેક આપી દેશે તેવું લખાણ કર્યું હતું. દરમ્યાન પહેલો આરોપી મુસ્તફા ગુલમાશા શેખએ ફરિયાદી સાથે હોય તવી રીતે લખાણ કરીને વર્તન કર્યું હતું. પરંતુ આજ દીન સુધી રુપીયા પરત ન મળતા, બન્ને આરોપી મળેલા હોવાનું લાગતા બન્ને સામે 12.20 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ દાખલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...