ગાંધીધામના ચાવલા ચોક શિવ મંદિર ઝૂંપડપટ્ટીમાં ગઇ કાલે નોંધાયેલી છેડતી બાદ મારકૂટની ફરિયાદમાં સામે પક્ષે છ મહિલાઓ સહિત 12 જણાએ પોતાના માણસોને માર માર્યો હોવાની તેમજ છેડતીની ફરિયાદ ઉપજાવી કાઢેલી હોવાનું જણાવી ક્રોસ ફરિયાદ દાખલ કરાવી છે.
આદિપુર રહેતા ટ્રાન્સપોર્ટર ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલાએ ક્રોસ ફરીયાદમાં જણાવ્યું હતું કે, વોર્ડ 12/બી પ્લોટ નંબર 6 સ્વ.નરેન્દ્રસિંહ હેતુભા જાડેજાને 99 વર્ષની લીઝ પર ફાળવાયેલો છે. તેમના વારસદાર તરીકે વીશાલસિંહ દિલીપસિંહ જાડેજાએ મિલકતનો પાવર તેમને આપેલો છે. મિલકતના હિત માટે કાચી પતરા વાળી ઓરડી સિક્યુરીટી રુમ માટે બનાવી છે.
આ પ્લોટ પર બાંધકામ ન કરાય તે માટે તેમણે માણસો રાખેલા છે. આ બાબતને લઇ લાકડી ધોકા સાથે તેમના પ્લોટમાં અપપ્રવેશ કરી રાજુભાઇ જીવા ગોરવા, મીનાબેન રાજુભાઇ ગોરવા, શાંતિબેન વિષ્ણુભાઇ તોલાણી, વિનોદ હરજી દેવીપૂજક, વિજય હરજી દેવીપૂજક, જયાબેન હરજી દેવીપૂજક, કિંજલબેન દેવીપૂજક, બધીબેન દેવીપૂજક, કિશન દેવડીયા, શશીકુમાર ચૌધરી, ચંદાબેન બાબુભાઇ દેવીપૂજક અને ભેરૂભાઇ જીવન સાંખલાએ તેમના માણસોને મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા ઉપરાંત ઓરડીમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.
કાર રિપેરીંગ કરવા આવેલા 8એ કર્મીને માર્યો
અંજારના મેઘપર બોરીચીની સીમમાં આવેલા હુન્ડાઇ કારના શોરૂમમાં ફ્લોર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રણધીરભાઇ જૈતાભાઇ આહિરે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત સાંજે શબ્બીરની અકસ્માતમાં નુકશાન થયેલી કાર રિપેરિંગમાં લઇને આવેલા ગૌતમ માતંગ, ફિરોઝ, શબ્બીર અને અન્ય પાંચ અજાણ્યા લોકોએ કંપનીના નિયમ મુજબ ખર્ચ ચુકવવો પડશે તેમ કહ્યા બાદ બોલાચાલી કરી ધકબુશટનો માર માર્યા બાદ એક ઇસમ છરી લઇને તેમની પાછળ દોડ્યો હોવાનુ઼ તેમણે અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.