વિવાદ:પૂર્વ કચ્છમાં મારામારીની 6 ઘટનામાં 12 ઘાયલ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંજારના ભાદરોઇ, ઘરાણા,ગાંધીધામ, મીઠીરોહર, ચિત્રોડ અને રાપરમાં બન્યા બનાવ: 39 સામે ફોજદારી

પૂર્વ કચ્છના અંજારના ભાદરોઇમાં બે જુથ વચ્ચે પથ્થરમારો, ઘરાણામાં ફટાકડા ફોડવા મુદ્દે, ચિત્રોડમાં માતાને સાથે રાખવા મુદ્દે, ગાંધીધામમાં મધરાતે ઘર પાસે હરકત કરતા શખ્સનું પુછાણું લેનાર દંપતિને માર મરાઇ હોવાની ઘટના બની છે. 6 ઘટનાઓમાં 12 લોકો ઘાયલ થયા હતા તો 39 સામે ફોજદારી નોંધાઇ હતી.

ભાદરોઇમાં જુની અદાવતમાં બે પરિવારે સામ સામે પથ્થરમારો કર્યો, 6 ઘાયલ
અંજાર તાલુકાના ભાદરોઇ ગામે રહેતા કાનજીભાઇ દેવશીભાઇ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ જુની અદાવતનું મનદુ:ખ રાખી તા.26/10 ના સવારે 9 વાગ્યે તેમના ઘરે પહોંચી આવેલા વાછીયાભાઇ આશાભાઇ મહેશ્વરી, કેશા હીરા મહેશ્વરી, જીતેશ દામજી મહેશ્વરી, રાણીબેન દામજી મહેશ્વરી, લખીબેન કેશાભાઇ મહેશ્વરી, હંસાબેન વીછીયા મહેશ્વરી, નારાણ દામજી મહેશ્વરી, શાંતાબેન જીતેશ મહેશ્વરી, અનિલ નારાણભાઇ મહેશ્વરી, સુનીલભાઇ આશાભાઇ મહેશ્વરી, અજય પરબતભાઇ મહેશ્વરી અને શંકરભાઇ પાંચાભાઇ મહેશ્વરીએ પથ્થરમારો કરી ફરિયાદી કાનજીભાઇ, ભાણજી સુમાર અને રામજી પૂંજાભાઇને તેમજ કેશા હીરાએ છરી વડે બ્રીજેશ ભાણજીને ઇજા પહોંચાડી હતી.

તો સામે પક્ષે વાછીયાભાઇ આશાભાઇ મહેશ્વરીએ કાનજી દેવશી મહેશ્વરી, પ્રેમજી દેવશી મહેશ્વરી, રાજેશ નારાણ મહેશ્વરી, વિજય ભાણજી મહેશ્વરી, ભીમજી રામજી મહેશ્વરી, ગોપાલ બાવા મહેશ્વરી, ભીમજી બાવા મહેશ્વરી, ગાંગાભાઇ દેવશીભાઇ મહેશ્વરી, નારાણ સુમાર મહેશ્વરી, જગદિશ ભીમજી મહેશ્વરી, દેવલ નારાણ મહેશ્વરી, મહેશ વેલજી મહેશ્વરી, ચંદુ વેલજી મહેશ્વરી, ભાણજી સુમાર મહેશ્વરી, જીતેશ ભાણજી મહેશ્વરી, વેલજી સુમાર મહેશ્વરી અને મીનાબેન ભીમજી મહેશ્વરીએ તેમણે અગાઉ કરેલી ફરિયાદનું મનદુ:ખ રાખી પથ્થરો ફેંકી મનિષ અને મુકેશ શંકર મહેશ્વરીને ઇજા પહોંચાડી હતી. અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘરાણામાં ફટાકડા ફોડવા મુદ્દે બોલાચાલી બાદ યુવકને માર પડી
ભચાઉ તાલુકાના ઘરાણા ખાતે રહેતા જીગરભાઇ નારાણભાઇ રાકાણીએ ભચા. પોલીસ મથકે કરેલી ફરિયાદમાંજણાવ્યા મુજબ, તા.25/10 ના રાત્રે સાડા દશ વાગ્યાના અરસામાં ફટકડા ફોડવા બાબતે બોલાચાલી કરી વાલજી અજુ આહીર, ખીમજી અજુ આહીર અને પ્રવિણ અજુ આહીરે ધોકા અને લાકડી વડે માર મારી માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા પહોંચાડી હતી.

ગાંધીધામમાં શંકાસ્પદ હરકત કરતા શખ્સનું પુછાણું લેનાર દંપતિને માર ખાવી પડી
ગાંધીધામના ભારતનગર ચામુંડાનગરમાં રહેતા રાજકુમાર રામકિશોર પટેલ નો પરિવાર તા.25/10 ના રાત્રે સૂઇ ગયા બાદ પરોઢે 3 વાગ્યે ઉંઘ ઉડી જતાં બાથરુમ જઇ હ્યા હતા ત્યારે તેમના ઘર પાસે બહાર આંટા ફેરા કરી કોઇ હરકત કરી રહેલા ફિરોઝ ઉર્ફે ગાંધી સલીમભાઇ પઠાણને અત્યારે અમારા ઘર પાસે કેમ ઉભો છે કહેતાં લાકડાનો ધોકો તેમને માથામાં ફટકારી ઇજા પહો઼ચાડી હતી વચ્ચે આવેલા ફરિયાદીના પત્ની નિલમબેનને પણ હાથમાં ઇજા પહોંચાડી ફિરોઝે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું.

ચિત્રોડમાં પુત્રવધુએ પોતાના ભાઇ સાથે પતિ અને સાસુને માર માર્યો
રાપર તાલુકાના ચિત્રોડ ખાતે રહેતા રવજીભાઇ મેરામણભાઇ ગોહિલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પત્ની દીવાળીબેન રવજીભાઇ ગોહિલે માતાને સાથે રાખવાની બાબતે મનદુ:ખ રાખી તા.24/10 ના સવારે પોતાના ભાઇ પ્રેમજીભાઇ રૂપાભાઇ સોલંકી અને પ્રવીણભાઇ રૂપાભાઇ સોલ઼કીને લઇને આવ્યા હતા અને તેમની માતાને અને તેમને લોખંડના સળિયા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. આડેસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મીઠીરોહરમાં પોત્રાને મારનારને ઠપકો આપ્યો તો દાદાને છરી ઝિંકાઇ
મીઠીરોહરના સોઢા ફળિયામાં રહેતા અને શરદ સોલ્ટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 61 વર્ષીય હુસેનભાઇ ઓસમાણભાઇ વારા તા.25/10 ના રાત્રે 11 વાગ્યે પોતાના ઘરે હતા તે દરમીયાન તેમનો 14 વર્ષીય પોત્રો ઇમરાન મને મારે છે કહેતો દોડતો આવ્યો હતો. તેમણે બહાર જઇને જોયું તો છરી લઇને ઉભેલા અસગર ઓસમાણ કકલને મારા પોત્રાને કેમ મારે છે કહેતા જ ઉશ્કેરાયેલા અસગરે છરી વડે ડાબા ખભા પર ઇજા પહોંચાડી હોવાનું બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.

રાપરમાં અગાઉની ફરિયાદનું દુ:ખ રાખી હુમલાનો પ્રયાસ
રાપરના તકિયાવાસમાં રહેતા 73 વર્ષીય દુદાભાઇ હીરાભાઇ સેજુએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે અગા. કરેલી ફરિયાદનું મનદુ:ખ રાખી શૈલેષ નશા ડુંગરીયા, અશોક નશા ડુંગરીયા, પ્રવિણ નશાભાઇ ડુંગરીયા, શેલેષ તેજા વાયરિયા અને કાના હમીરા મ્યાત્રાએ ધારિયા અને લાકડી વડે ઘરે ધસી આવી હુમલાનો પ્રયાસ કર્યો હતો, પડોશી બચાવવા આવ્યા તો તેમને પણ મારી નાખવાની ધમકી આપી ફરીયાદી દુદાભાઇના પત્ની ગોમી બેન પર છરી ઉગામી હતી. રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...