દારૂ ઝડપાયો:ગાંધીધામના ગળપાદર પાસે કારમાંથી 1.19 લાખનો દારૂ ઝડપાયો; 3 મોબાઈલ સહિત 9.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ તાલુકાના ગળપાદર પાસેથી કારમાંથી રૂપિયા 1.19 લાખનાં દારૂ સાથે એક શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સ મુન્દ્રા તાલુકાનાં ભોરારાનો રહેવાસી છે. દારૂની સંડોવણીમાં માંડવીનાં બિદડા ગામનાં શખ્સનું નામ પણ ખુલતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે એ-ડિવીઝન પોલીસે વિગતો આપતા જણાવ્યુ હતું કે, પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમીનાં આધારે ગળપાદરથી ભવાનીનગર તરફ આવતી કિયા કારમાંથી દારૂના જથ્થા સાથે શૈલેન્દ્ર જાડેજાને પકડી પાડવામાં આવ્યો હતો.

ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
આરોપીને દારૂના જથ્થા અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો માંડવીના બિદડાના રઘુભા જાડેજાએ તેને આપ્યો હતો. તેણે શૈલેન્દ્રને ગળપાદરથી ભવાનીનગર તરફ જતા રોડ ઉપર ઊભાં રહેવાનું જણાવ્યુ હતુ. પરંતુ આ જથ્થો કોને આપવાનો હતો તેનું નામ જણાવ્યું ન હતું. પોલીસે આ કાર્યવાહીમાં રૂપિયા 8 લાખની કિંમતની ગાડી, રૂપિયા 1 લાખ 19 હજાર 400ની કિંમતનો દારૂ, રોકડા રૂપિયા 4800 રૂપિયા, 56 હજારની કિંમતનાં ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ 9 લાખ 80 હજાર 200નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...