આજથી વોર્ડ વાઇસ વસુલાત:રૂ.10 હજારથી વધુ બાકી, એવા 11 હજાર બીલ, ગાંધીધામ પાલિકાએ વધુ માગણાના બીલ અલગ તારવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તળીયાઝાટક તિજોરીને ભરવા કવાયત, મેલેરીયા વિભાગના સ્ટાફને પણ જોડ્યા

ગાંધીધામ નગરપાલિકાએ તળીયા જાટક થયેલી તિજોરીને ભરવા માટે દરેક વિસ્તારમાં ટીમો મોકલીને કવાયત હાથ ધરી છે, જે સંદર્ભે 5 ટીમના કરાયેલા ગઠન સંકુલમાં નિર્ધારીત સ્થળોએ જઈને વેરાની વસુલાત કરશે. ગાંધીધામ સુધરાઈના સીઓએ ટેક્સ વિભાગની બેઠક લઈને 5 ટીમનું ગઠન કર્યું હતું. જેમાં મેલેરીયા વિભાગના સ્ટાફને પણ સામેલ કરાયો છે. આ 5 ટીમમાંથી ત્રણ ગાંધીધામ તો બે આદિપુરમાં કામ કરશે. જે તમામને લીસ્ટ અને બીલ અપાયા છે. હાલમાં પાલિકાના 10 વોર્ડમાં 10 હજારથી વધુની વેરા વસુલાત જેની બાકી છે, તેમનો સંપર્ક કરીને વસુલાત કરવાનો નિર્ધાર કરાયો છે.

સુત્રોના દાવા અનુસાર આ પ્રકારે દસે વોર્ડમાંથી 10,555 બીલ હોવાનું સામે આવ્યું છે. જેને ધીરે ધીરે ક્લીયર કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. નોંધવુ રહ્યું કે ગાંધીધામ નગરપાલિકમાં 56 હજાર જેટલી પ્રોપટી રજીસ્ટર્ડ છે, જે સામે હાલ અડધુ નાણાકીય વર્ષ વીતી ગયા છતાં માત્ર 10 હજાર બીલજ પહોંચાડાયા હોવાનો અહેવાલ ભાસ્કર દ્વારા પ્રસ્તૂત કરાયો હતો. તો આજ સમયગાળામાં રોડ રસ્તા માટે 18 કરોડની દરખાસ્ત કરીને બેઠેલી પાલિકાને એકજ કરોડ મળવા પામ્યો હતો. જેથી આર્થિક સંકળામણનો સામનો કરતી સુધરાઈનો એકમાત્ર આધાર હવે ટેક્સ વસુલાત છે, જેના પર મુખ્ય ફોકસ કરવામાં સીવાય કોઇ ઉપાય નથી.

વોર્ડ બાકી બીલ
1 - 1552
2 - 1523
3- 0695
4- 0627
5- 2275
6- 0875
7- 0890
8- 0098
9- 0702
10- 1318

અન્ય સમાચારો પણ છે...