ગાંધીધામ ડિઆરઆઈ દ્વારા છેલ્લા છ સપ્તાહમાંજ દાણચોરીના અલગ અલગ કિસ્સાઓમાં છઠ્ઠી ધરપકડ કરી હતી. મુંદ્રા પોર્ટ પર વટાણાની દાણચોરી કરનાર મુળ કચ્છી અને વર્ષોથી મુંબઈ રહેતા મુખ્ય સુત્રધારને ડીઆરઆઈએ દબોચીને જેલ હવાલે કર્યો હતો. આ શખ્સ અગાઉ સોનાની દાણચોરીમાં પણ આવી ચુક્યો હોવાનું જાણવા મળે છે.
ગત મહિને 1 કરોડથી વધુના વટાણા ભરેલા બે કન્ટેનર મુંદ્રા પોર્ટ પર ઝડપાયા હતા, જે કેસમાં ઓન રેકર્ડ આયાતકાર આરોપીને પહેલાજ પકડી પડાયો હતો. હવે આ કેસમાં પરદા પાછળના મુખ્ય સુત્રધારોમાનો એક ગણાતા આરોપીને ગાંધીધામ ડિઆરઆઈએ મુંબઈથી ગાંધીધામ લાવીને નિવેદન પ્રક્રિયાઓ હાથ ધર્યા બાદ તેને મુંદ્રા કોર્ટમાં રજુ કર્યો હતો, જ્યાંથી પાલારા જેલ મોકલી અપાયો હતો. નોંધવુ રહ્યું કે 7 એપ્રીલના મુન્દ્રા પોર્ટ માં કસ્ટમની નિંદ્રા વચ્ચે ડીઆરઆઈ શાખાએ1.10 કરોડ ના પોર્ટ બહાર નીકળેલા બે પ્રતિબંધિત વટાણા ના કન્ટેનરોનો ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા હતા. માડાગાસકર થઈ વાયા દુબઇ થઈ ચોળા ના નામે શિપીંગ બીલ રજૂ કરી મુન્દ્રા માં 1.10 કરોડ ના બે કન્ટેનર વટાણા મુન્દ્રા પોર્ટ પર આયાત કરાયા હતા.
વિશેષ માં જવાબદાર કસ્ટમ ખાતા ની નજર ચૂકવી બંને કન્ટેનર પોર્ટ એરિયા બહાર પણ નીકળી ચુક્યા હતા.પરંતુ ડીઆરઆઈ એ મળેલ પૂર્વ બાતમી ના આધારે સ્થાનિકો ની નજર ચૂકવી બીજી ટ્રકો મારફત પોર્ટ એરિયા બહાર નીકળ્યા બાદ વચ્ચે થઈ ઝડપી લઇ કસ્ટમ ને ઊંઘતી ઝડપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે વટાણા ના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલા છે અને તેની આયાત ને ફક્ત કલકત્તા પોર્ટ પર મંજૂરી મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.