કંડલા સ્પે. ઈકોનોમિક ઝોન હોય કે મુંદ્રા સેઝ, તે સહિત ગુજરાતમાં આવેલા 21 સેઝમાં અમદાવાદ જીઆઇડીસી અને જ્યુબીલિન્ટ સેઝને બાદ કરતા તમામના એક્સપોર્ટમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. નવેમ્બર – ડિસેમ્બર સુધી સામે આવેલા આંકડાઓ જણાવે છે કચ્છમાં આવેલા કંડલા સેઝ 105% તો મુંદ્રા સેઝ 132% જેટલી જંગી વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. કંડલા સ્પે. ઈકોનોમિક ઝોન દ્વારા ગત વર્ષે 2021-'22ના સમયગાળામાં 5691 કરોડનું કુલ એક્સપોર્ટ થયું હતું, જેની સામે આ વર્ષનો નવેમ્બર મહિનો પત્યા બાદ લેખાજોખા મારતા કુલ એક્સપોર્ટ નો આંકડો 11,616 કરોડે પહોંચ્યો હતો.
એટલે કે 5925 કરોડના જંગી ઉછાળા સાથે કાસેઝ દ્વારા 104.11%ની વૃદ્ધિ નોંધાવી હતી. કચ્છનાજ બીજા સેઝની વાત કરીએ તો અદાણી પોર્ટ અને સેઝ દ્વારા ગત વર્ષે આજ સીમિત સમયગાળા દરમ્યાન 2271 કરોડનું એક્સપોર્ટ કર્યું હતું, જે આ વર્ષ તેજ સમયગાળામાં 5257 કરોડનું થઈ ચુક્યું છે, જે 132% જેટલી વૃદ્ધિ દર્શાવે છે. સર્વાધિક એક્સપોર્ટ ગિફ્ટ સીટી, સેઝ દ્વારા 160.80% નોંધાયો હતો. તો સર્વાધિક નકારાત્મક જ્યુબીલિન્ટ સેઝમાં નેગેટિવ 28% નોંધ થઈ હતી. સરવાળે તમામ 21 સેઝના લેખાજોખા મારતા 62.30% જેટલો નિકાસમાં વિકાસ જોવા મળ્યો છે, આવીજ રીતે રોજગારીમાં સરેરાશ 9% જેટલી વૃદ્ધિ જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.