અકસ્માત:ચાંદ્રાણી પાસે છકડો પલટતાં રાજકોટના પરિવારના 1 સભ્યનું મોત: 4 ઘાયલ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામ પાસે અજાણ્યા વાહન અડફેટે યુવાને જીવ ગુમાવ્યો

પૂર્વ કચ્છમાં સતત બીજા દિવસે વધુ 3 જીવલેણ માર્ગ અકસ્માતોની ઘટના નોંધાઇ હતી, જેમાં અંજારના ચાંદ્રાણી પાસે દર્શનાર્થે આવેલા રાજકોટના પરિવારનો છકડો પલટી જતાં એક સભ્યનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું તો ચાર ઘાયલ થયા હોવાની ઘટના ,તો ગાંધીધામ પાસે અજાણ્યા વાહન અડફેટે યુવાને જીવ ગુમાવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

મોરબી રહેતા પ્રકાશભાઇ રાજુભાઇ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ જીવલેણ અકસ્માતની ઘટના તા.28/10 ના રોજ બની હતી જેમાં તેમના રાજકોટ રહેતા 52 વર્ષીય સસરા જીતેશ સામત ખટાવરા , સાસુ હંસાબેન , હિતેશભાઇ ભરવાડ રાજેશ બાવાભાઇ ડાભીનો છકડો ભાડે કરી કબરાઉ મોઘલધામ અને અંજારના જેસલ તોરલ સમાધીના દર્શન કરી પરત રાજકોટ તરફ જઇ રહ્યા હતા.

ત્યારે તા.28/10 ના રોજ રાત્રે 11 વાગ્યાના અરસામાં ચાંદ્રાણી પાસે છકડા ચાલક રાજેશભાઇએ કાબુ ગુમાવતાં છકડો પલટી જતાં સસરા જીતેશભાઇને માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને સ્થાનિકે સારવાર અપાયા બાદ રાજકોટ લઇ જવાયા હતા જ્યાં તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, તો આ અકસ્માતમાં ફરિયાદી પ્રકાશભાઇને, હંસાબેન,હિતેશભાઇ અને છકડા ચાલક રાજેશભાઇને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. પ્રકાશભાઇએ દુધઇ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી.

તો મુળ બિહારના હાલે ગાંધીધામ પીએસએલ કાર્ગો વિસ્તારમાં રહેતા 23 વર્ષીય વિપુલકુમાર જવાહરલાલ રાયે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના 32 વર્ષીય સબંધી પપ્પુકુમાર સુદર્શન રાય શુક્રવારે સાંજે કામસર ગાંધીધામ ભચાઉ હાઇવે પર નિકળ્યા હતા તે દરમિયાન પુરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે પપ્પુકુમારને અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહો઼ચી હતી. 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો પણ સારવાર કારગત નિવડે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હોવાનું તેમણે ફરિયાદમાં નોંધાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...