કાર્યવાહી:કચ્છથી નિકળેલો 1 લાખનો દારૂ માળિયાથી ઝડપાયો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે સરહદી કચ્છથી પણ શરાબની સપ્લાય
  • માળિયા પોલીસે વાહન અને મોબાઇલ સહિત 4.19 લાખનો મુદ્દામાલ સાથે 1ની અટક કરી

સામાન્ય રીતે રાજસ્થાન કે હરીયાણાથી કચ્છ સોરાષ્ટ્રમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થતો હોવાાની ઘટનાઓ બહાર આવી છે પણ માળીયા પાસે કચ્છથી ટોયોટા કારમાં લઇ જવાતા રૂ.1.09 લાખના વિદેશી શરાબ સાથે એક પકડાયો હોવાની ઘટના બહાર આવી છે. માળિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ટીમ માળિયા પાસે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસે ચેકિ઼ગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની જામનગર પાસિંગ કાર દારૂનો જથ્થો ભરી કચ્છ તરફથી માળિયા તરફ આવી રહી છે.

વોચ દરમિયાન બાતમી મુજબની કાર આવતાં તેની તલાસી દરમીયાન કારમાંથી રૂ.1,09,500 ની કિંમતના વિદેશી શરાબની 264 બોટલો મળી આવતાં રાજકોટના પૃથ્વીરાજ ગુણવંતભાઇ બગીયાની અટક કરી કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.4,19,500 નો મુદ્દામાલ જપ્ત કરી કચ્છમાં ક્યાંથી જથ્થો ભરાયો અને રાજકોટ ક્યાં જઇ રહ્યો હતો તે બાબતે પુછપરછ હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...