અંતરજાળમાં એક જ પરિવારમાં બોલાચાલી બાદ સમાધાન થઇ ગયું છતાં બીજા દિવસે ધોકા વડે બાખડી પડ્યા હતા જેમા઼ 3 જણા ઘાયલ થયા હતા. પોલીસ આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.
અંતરજાળના ગોપાલ નગરમાં રહેતા 32 વર્ષીય ઘનશ્યામ મનજીભાઇ કોઇકલ ( રાજગૌડ)એ આદિપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.10/6 ના રોજ મંડપ નીચે બેઠેલા તેમના ભાઇ મેઘજી અને મોટા બાપાના દીકરા બબલુ વચ્ચે બેસવા મુદ્દે બોલાચાલી થયા બાદ સમાધાન થઇ ગયું હતું પરંતુ તેમ છતાં ગત બપોરે 3 વાગ્યાના અરસામાં મોટાબાપા રાજુભાઇ રાજગૌડ, અને તેના પુત્રો બબલુ રાજુભાઇ રાજગૌડ, ટારજન રાજુભાઇ રાજગૌડ અને લખન રાજુભાઇ રાજગૌડે ફરી બોલાચાલી કરી ધોકા વડે માર મારી તેમને, તેમી બહેન નીમુબેન અને ભાઇ આકાશને ઇજા પહો઼ચાડી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યુ઼ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધવું રહ્યું કે, પારીવારીક કલેશમાં બોલાચાલી અને વિખવાદની ઘટનાઓ છેલ્લા કેટલાય સમયથી નોંધપાત્ર રીતે વધવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.