અકસ્માત:વરસામેડી પાસે છકડા સાથે ટ્રક અથડાતાં 1નું મોત : 2 ઇજાગ્રસ્ત

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મીઠીરોહર પાસે ગોદામમાં સૂતેલા ચોકીદાર ઉપરથી ટ્રકના પૈડા ફરી વળ્યા

પૂર્વ કચ્છમાં ખરાબ રસ્તા અને બેફામ ગતિને કારણે અવાર નવાર નાના-મોટા તેમજ જીવલેણ અકસ્માતોની ઘટના બનતી રહે છે, અંજારના વરસામેડી પાસે પોતાના વતન દેવભુમી દ્વારકા જઇ રહેલા પરિવારના છકડામાં ટ્રક અથડાતાં એકનું મોત નિપજ્યું હતું , તો ચાલક સહિત બે ઘાયલ થયા હોવાની ઘટના તેમજ મીઠીરોહર પાસે આવેલા ગોડાઉનમાં પલંગ ઉપર સૂતેલા ચોકિદાર ઉપરથી ટ્રકના પૈડા ફરી વળતાં ચિર નિદ્રામાં પોઢી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

દેવભુમી દ્વારકાના જામ કલ્યાણપરના 35 વર્ષીય જીવણભાઇ દાનાભાઇ ચૌહાણે અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના મોટાભાઇ કાનાભાઇ દાનાભાઇ ચૌહાણ નાની ખાખર ગામે પરિવાર સાથે રહેતા હતા. તા.21/7 ના રોજ સાંજે સાત વાગ્યે કાનાભાઇ તેમના પત્ની રંભીબેન, પુત્ર મનિષ ગામના જ મનોજભાઇચૌહાણના છકડામાં વતન જવા નિકળ્યા હતા.

રાત્રે 8 વાગ્યે તેઓ વરસામેડી પાસે આવેલી રત્નમણી કંપની સામે પહોંચ્યા ત્યારે પૂરપાટ જતા ટ્રકની ટક્કર લાગતાં કાનાભાઇને માથામાં ગ઼ભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમા પુત્ર મનિષને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા હતા, તો છકડા ચાલક મનોજભાઇને પણ હાથમાં ઇજા પહોંચી હતી. તેમણે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

તો, મીઠીરોહર પાસે જુની શેખરવાડી બાજુમાં રહેતા મુળ વામકાના દેવાભાઇ દલાભાઇ રબારી છેલ્લા ત્રણ મહિનાથી નજીક આવેલા બીએસઆરકે ( સીપીએલ) ના ગોડાઉનમાં સિક્યુરીટી તરીકે ફરજ બજાવતા હતા. ગત રાત્રે ગોડાઉનના પાર્કિંગ પાસે પલંગ પર સૂઇ ગયા બાદ વહેલી પરોઢે સાડા ચાર વાગ્યાના અરસામાં બેદરકારી પુર્વક ટ્રક ચલાવી તેના ચાલકે તેમના સૂતેલા ચોકિદા રઅડફેટે લેતાં ટ્રકના ટાયર ફરી વળ્યા હોઇ ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યુ઼ હતુ. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક સામે મૃતકના પુત્ર મશરૂભાઇ દેવાભાઇ રબારીએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...