હથિયારબંધીની અમલવારી:કુંભારિયા પાસે પરવાના વગરની બંદૂક સાથે 1 પકડાયો

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના કુંભારીયા નજીક પરવાના વગરની દેશી બનાવટની બંદૂક લઇને જઇ રહેલા ઇસમને પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે સવારે અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કુંભારીયા ચાર રસ્તે પહોંચતા બાતમી મળી હતી કે, કુંભારીયાનો શબ્બીર કાસમ થેબા ગેરકાયદેસર હથિયાર લઇ ગામથી ખેડોઇ સીમ તરફ જઇ રહ્યો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી શબ્બીરને રૂ.5,000 ની કિંમતની પરવાના વગરની હાથ બનાવટની દેશી બંદૂક સાથે પકડી હેડ કોન્સ્ટેબલ અંકિતકુમાર ચૌધરીએ તેના વિરૂધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...