ક્રાઇમ:આદિપુરના પાણીના પ્લાન્ટમાંથી 1.18 લાખના દારૂ સાથે 1 પકડાયો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકુલમાં પાણીના ધંધાની આડમાં થતા દારૂના વેપલાનો વ‌ધુ એક વખત પર્દાફાશ
  • બોલેરો અને મોબાઇલ સહિત 4.23 લાખનો મુદ્દામાલ જપ્ત : 3 આરોપી હાજર ન મળ્યા

આદિપુરના વોર્ડ-2/બીમાં આવેલા પાણીના પ્લાન્ટમાં પૂર્વ કચ્છ એલસીબીએ પાડેલા દરોડામાં રૂ.1.68 લાખના વિદેશી શરાબ સાથે એક પકડાયો હતો જ્યારે ત્રણ આરોપીઓ હાજર મળ્યા ન હતા. પોલીસે બોલેરો અને મોબાઇલ સહિત કુલ રૂ.4.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડાથી ફરી સંકુલમાં પાણીના ધંધાની આડમાં થતા દારૂના વેપલાનો પર્દાફાશ થયો હતો.

એલસીબી પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે સવારે ગાંધીધામ આદિપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમ આદિપુરના વોર્ડ-2/બી સંતોષી માતા સર્કલ પહો઼ચી ત્યારે બાતમી મળી હતી કે રાજુ સિંધી ના આશાપુરા ડ્રિંકિંગ વોટરના પ્લાન્ટમાં તેણે તેની પાસે કામ કરતા સુનિલ ઉર્ફે ગોલુ માનસિંગ તોમર અને મુકેશ માલી સાથે મળી બહારથી વિદેશી દારૂ મગાવી ઉતાર્યો છે અને ધંધો કરે છે. આ બાતમીના આધારે આશાપુરા પાણીના પ્લાન્ટમાં દરોડો પાડતાં બોલેરો ડાલુ ગાડીમાંથી કોથળો ઉતારી રહેલા શખ્સને કોર્ડન કરી તપાસ કરતાં બોલેરોની પાછલી સીટના તળિયામાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતાં પ્લાન્ટની પણ તલાશી લીધી હતી.

આ દરોડામાં રૂ.1,18,740 ની કિંમતના વિદેશી દારુની 242 બોટલો મળી આવતાં મુકેશ રમેશ માલીને પકડી બોલેરો તથા મોબાઇલ સહિત કુલ રૂ.4,23,740 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આશાપુરા પ્લાન્ટના સંચાલક રાજેશ સુંદરદાસ ટેકચંદાણી તેનો સાગરિત સુનિલ ઉર્ફે ગોલુ માનસિંગ તોમર અને આ બોલેરો અહીં સુધી લઇ આવનાર ચાલક હાજર મળ્યા ન હતા. આ તમામ વિરૂધ્ધ આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીઆઇ જાડેજા સાથે પીએસઆઇ એસ.એસ.વરૂ અને એલસીબીની ટીમ જોડાઇ હતી.

આ જ પાણીના પ્લાન્ટમાં ચાલુ વર્ષે ત્રીજો દરોડો, સ્થાનિક પોલીસ પર સવાલ ઉઠે છે
આદિપુરના વોર્ડ-2/બી માં આવેલા આશાપુરા ડ્રિંકિંગ વોટરના પ્લાન્ટમાં આ જ વર્ષમાં આ ત્રીજો દરોડો છે. તા.9 માર્ચ 2022 ના રોજ એલસીબીએ આ પ્લાન્ટમાં દરોડો પાડી સુનિલસિંગ ઉર્ફે ગોલુ માનસિંગ તોમરને રૂ.2.23 લાખના દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપી લઇ આદિપુર પોલીસને સોંપ્યો હતો પણ આ દરોડા દરમિયાન આ પ્લાન્ટનો સંચાલક રાજેશ સુંદરદાસ ટેકચંદાણી હાજર મળ્યો ન હતો.તો તમા.2 ઓક્ટોબર 2022 ના રોજ પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ આ આશાપુરા પાણીના પ્લાન્ટમાં દરોડો પાડ્યો હતો અને ત્યારે પણ સુનિલસિંગ ઉર્ફે ગોલુ માનસિંગ તોમરને રૂ.9,810 ની કિંમતના દારૂની 30 બોટલ સાથે પકડી લીધો હતો.

આ દરોડામાં પણ સંચાલક રાજેશ સુંદરદાસ ટેકચંદાણી હાજર મળ્યો ન હતો. હવે આજે પાડેલા દરોડામાં સંચાલક રાજેશ અને અને સુનિલ ઉર્ફે ગોલુ હાજર ન મળ્યા પણ કામ કરતા માણસ મુકેશ માળીને 1.18 લાખના દારૂ સાથે પકડી આદિપુર પોલીસને સોંપ્યો હતો. સવાલ એ થાય છે કે આ જ વર્ષમાં આ જ પાણીના પ્લાન્ટમાં ત્રણ સફળ દરોડા પાડી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દારૂ ઝડપતી હોય તો સ્થાનિક પોલીસ કરે છે શુેં ? એ સવાલ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...