ધરપકડ:મીઠીરોહરના પ્લોટમાંથી 4.40 લાખના બાયોડિઝલ સાથે 1 પકડાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સંકુલમાં બેઝ ઓઇલના કારોબાર પર એલસીબીની તવાઇ
  • સાધનો સહિત 9.43 ​​​​​​​લાખનો મુદ્દામાલ જપ્ત: એક આરોપી હાજર ન મળ્યો

ગાંધીધામમાં રેલ્વેની હદ્દમાં શંકાસ્પદ બાયો ડિઝલને ભળતા પેટ્રોલિયમ પદાર્થ ભરેલા બે ટેન્કરો પકડ્યા બાદ એલસીબીએ સતત બીજા દિવસે પણ બાયો ડીઝલના કાળા કારોબાર પર તવાઇ જારી રાખી મીઠીરોહર ગામની બાજુમાં આવેલા પ્લોટમાંથી રૂ.4.40 લાખના બાયો ડિઝલ સાથે એકની અટક કરી બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

આ બાબતે ફરિયાદી બનેલા એલસીબી પીઆઇ મહેન્દ્રસિંહ એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબી ટીમના હેડકોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા, નરસિંહ પઢિયાર, મુકેશ પાતારિયા, રવિરાજસિંહ પરમાર પેટ્રોલિંગ દરમિયાન મીઠીરોહર પાસે આવેલા શક્તિ ગોડાઉન પાસે આવ્યા ત્યારે બાતમી મળી હતી કે, આશાપુરા કાર્ગો સર્વિસના પ્લોટમાં એક ટેન્કરની બોડી ઉભી રાખી બહારથી પેટ્રોલિયમ પદાર્થ બાયો ડિઝલ મગાવી તેનો સંગ્રહ કરી અન્ય વાહનોમાં ડીલીવરી કરાય છે.

આ બાતમીના આધારે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકને જાણ કરી દરોડો પાડતાં આશાપુરા કાર્ગો સર્વિસના પ્લોટમાં રાખેલી ટેન્કર બોડીમાંથી રૂ.2,20,000 અને પ્લાસ્ટિકની સફેદ કલરની ટાંકીમાં રાખેલો રૂ.2,20,000 ની કિંમતનો એમ કુલ 8,000 લીટર બાયો ડિઝલના જથ્થા સાથે કિડાણા ગાયત્રીનગર હાઉસિંગ સોસાયટીમાં રહેતા વિરમદેવસિંહ ઉર્ફે પ્રદિપસિંહ મયુરસિંહ ઝાલાની અટક કરી ટેન્કરના વાલ્વ સાથે લગાડેલા મીટર પમ્પ, બે ઇલેક્ટ્રીક મોટર , ચાર પાઇપ સહિત કુલ રૂ.9,43,300 નો મુદ્દામાલ કબજે કરાવી હાજર નમળેલા ક્રિપાલસિંહ નાગદેવસિંહ ગોહિલ અને તપાસમાં જે નિકળે તેમના વિરૂધ્ધ પીઆઇ એમ.એન.રાણાએ ખુદ ફરિયાદી બની બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...