ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે એ વાતનો છેદ ભચાઉ પાલિકાની આ વોર્ડ ઓફિસ જે દારૂની ખાલી બોટલોનો ગોદામ બની ગઇ છે તેની તસવીર જોઇને ઉડી જાય છે. ભચાઉ શહેરના સીતારામપુરા વિસ્તારમાં આવેલી ધરતીકંપ બાદ નિર્માણ પામેલી વોર્ડ ઓફિસ જે હાલ ભંગાર હાલતમાં છે.
આ ખાલી પડેલા વોર્ડ ઓફિસના કમ્પાઉન્ડમાં જ્યાં નજર કરો ત્યાં વિદેશી દારૂની ખાલી બોટલના ઢગલા જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર માં રહેતા કેટલાક લોકો એવું જણાવ્યું કે આ શરાબની બોટલો છૂટકમાં વેચાતા દારૂની વધેલી ખાલી બોટલો અમારા માટે પણ માથાના દુ:ખાવા રૂપ છે. કારણકે આ વિસ્તારમાંથી અમારે તેમજ મહિલા વર્ગને નીકળવું મુશ્કેલ બને છે અને આ બાબતે મહિલાઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોઇ નક્કર પગલાં ભરાતા નથી.દારૂ ની ખાલી બોટલો ભચાઉ નગર પાલિકા પણ ઉપાડી શક્તી નથી કારણ કે એક ટ્રેકટરની ટ્રોલી ભરાય તેટલી બોટલો લઇને નીકળ્યા બાદ લોકો ને જવાબ શું આપવો ?
દારૂ હોલસેલ સાથે હવે છૂટકમાં પેક પ્રમાણે પણ મળી રહે છે
હવે અંગ્રેજી દારૂ હોલસેલ રીટેલ સાથે છૂટકમાં પણ વેચાવા લાગ્યો છે જેમાં ગ્રાહકને દારૂના પેક પ્રમાણે રૂપિયા ચૂકવવાના રહે છે જેના પુરાવા રૂપે શહેરમાં ખાલી બાટલીઓના કેટલી જગ્યાએ ઢગલાઓ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.