ભચાઉમાં દારૂબંધીનો ફિયાસ્કો:દેશીની પોટલી પીને બે દારૂડિયા જાહેર માર્ગ પર થયા ટલ્લી

ભચાઉ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વધારે નશામાં હોતા 108 બોલાવીને તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો
  • ​​​​​​​સ્થાનિક પોલીસની આંખે પાટા હોવાનો લોકોનો આક્ષેપ: નસેડીઓ સ્થાનિકોના હાથે ઝડપાય છે, લઠ્ઠાકાંડની બીક

લઠ્ઠાકાંડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોલીસ પણ દોડતી થઈ ગઈ છે પરંતુ આ બાબતે ભચાઉ પોલીસ અજાણ હોય તેમ સતત બે દિવસથી દારૂની પોટલીઓ અને તેની સાથે નશામાં ધુત થયેલા દારૂડીયાઓ લોકોની નજરે ઝડપાઈ રહ્યા છે પણ પોલીસની નજરે નહિ.જે વાતે પોલીસની કામગીરી સામે પણ સવાલો સર્જ્યા છે.

ભચાઉ શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના લોકાર્પણ કાર્યક્રમના મંડપની પાછળ દેશી દારૂની લિજ્જત માણી રહેલા એક પ્યાસીને ખુદ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના બહેનો દ્વારા જોવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી બીજા દિવસે મુખ્ય રસ્તા પર દારૂ પીધેલા બે પ્યાસીઓઓ લોકોની નજરે પડ્યા હતા.નશામાં ધૂત બનેલા આ બંને દારૂડિયાઓને પોતે કઈ જગ્યાએ પડ્યા છે તે વાતની કોઈ ખ્યાલ ન હતી.

નજીકમાં જ તેમની ચપ્પલ અને પાસે દેશી દારૂની ખાલી થેલીઓ નજરે પડી હતી. આ દ્રશ્ય જોઈને નજીકમાંથી પસાર થતા કેટલાક લોકોએ લઠ્ઠાકાંડની બીકથી 108ને ફોન કરી આ બંને દારૂડિયાઓને સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.ભચાઉ શહેર કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેટલાક યુવાનોએ નશામાં ધૂત બનેલા બે લોકોને ઉઠાવીને 108 માં મુકાવ્યા હતા.આ બનાવ બાદ એકઠા થયેલા લોકોમાં એવો ગણગણાટ પણ થઈ રહ્યો હતો કે ખરેખર શું ભચાઉ શહેરમાં દારૂબંધીનો નિયમ લાગુ થાય છે કે નહીં ? શહેરને સરકાર દ્વારા કોઈ ખાસ દારૂની પરમીટ આપવામાં આવી છે કે ખુલ્લેઆમ દારૂ વેચાઇ પણ રહ્યો છે અને પીવાઇ પણ રહ્યો છે.બે દિવસથી સામે આવતી ઘટનાઓએ ભચાઉ પોલીસની કામગીરી સામે પણ સવાલો સર્જ્યા છે.

નશામાં લથડીયા ખાતા વ્યક્તિએ જ દારૂડીયાને ઉઠાવ્યો
દરમ્યાન આ બનાવમાં ઘટનાસ્થળે કેટલાક લોકો હસાહસ કરી રહ્યા હતા. કારણકે, દેશી દારૂની થેલીઓ પીવાથી નશામાં ધૂત બનેલા આ દારૂડિયાઓને ઉઠાવવામાં એક ઓર નશાઇ લથડીયા ખાઈને પણ આ દારૂડિયાઓને ઉઠાવી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...