અકસ્માતનો ભય:સામખિયાળી ટોલનાકા પાસે હોટેલો પર થંભી જતી ટ્રકો અકસ્માત નોતરશે

ભચાઉ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ રાત્રે ચાર માર્ગીય રસ્તો બની જાય છે એક માર્ગીય

કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી ટોલનાકા પાસે હોટેલો પાસે રાત્રે ઉભા રહેતા વાહનોના કારણે 4 માર્ગીય રસ્તો અેક માર્ગીય બની જાય છે, જેના પગલે સતત મોટા અકસ્માતનો ભય ઝળુંબતો રહે છે. સામખિયાળીથી કંડલા સુધીનો નેશનલ હાઈવે ભલે દેશની પ્રગતિમાં હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ આજ નેશનલ હાઇવે અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. અા માર્ગે આડેધડ વાહન પાર્કિંગના કારણે અકસ્માતો બનવાના બનાવો રોજિંદા છે.

સામખિયાળી નજીક અાવેલા ટોલગેટ પાસે કાયમને માટે ટ્રાફિક જામ રહે છે અને નજીકમાં આવેલી હોટલો પર થંભી જતી ટ્રકો મોટા અકસ્માતને આમંત્રણ આપે છે. સામખિયાળીથી શરૂ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આડેધડ થોભી જતા વાહનોના કારણે અકસ્માતના બનાવો રોજિંદા બન્યા છે. દિવસ-રાત હોટેલો પર ભારેખમ ટ્રકોની લાંબી લાઈનો લાગે છે, જેના પગલે ચાર માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ એકમાર્ગીય બની જાય છે ,જેથી અહીંથી વાહન મારફતે પસાર થતાં અન્ય મુસાફરોને સતત અકસ્માતનો ભય રહે છે.

બીજી તરફ સામખિયાળી ટોલગેટ પર દરરોજ રાત્રિના સમયે કચ્છ બહાર જતી ટ્રકોની ખુબ લાંબી લાઈનો લાગે છે છતાં પણ કંપની દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલા ભરાતા નથી. ભારેખમ વાહનોની લાંબી લાઇનોના કારણે રાત્રિના સમયે અેસ.ટી. ટ્રાવેલ્સ અને અન્ય ખાનગી વાહનો રોંગ સાઇડમાં દોડવા માંડે છે, જેથી મોટા અકસ્માતનો સતત ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...