સરકારના કેટલાક નિર્ણયોથી આમ પ્રજાને ખૂબ મુશ્કેલી ભોગવવી પડે છે તેનું એક ઉદાહરણ નેશનલ હાઈવે અને અને ઔધોગિક એકમોથી ઘેરાયેલા ભચાઉમાં 65 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું ટ્રોમા સેન્ટર છેલ્લા 11 વર્ષથી ધુળ ખાઇ રહ્યું છે. 2011માં સરકારે મંજૂર કર્યા બાદ 2015માં 65 લાખના ખર્ચે બિલ્ડિંગતો તૈયાર થઇ ગઇ પણ હજુ સુધી તેનું ઉદ્દઘાટન કરાયું નથી.
કચ્છના પ્રવેશદ્વાર આડેસર અને સૂરજબારીથી શરૂ થતા નેશનલ હાઈવે અને ઔધોગિક એકમોમાં થતા અકસ્માતો કે અન્ય બનાવોમાં ખૂબ ગંભીર રીતે ઘવાયેલા અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા લોકો માટે જરૂરી અને તાત્કાલિક તબીબી સેવા લોકોના જીવ બચાવી શકે છે. જેમાં ટ્રોમા સેન્ટર જેવી સુવિધા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. સરકારે 2011માં ભચાઉ સરકારી હોસ્પિટલમાં મંજુર કર્યું હતું જેના બિલ્ડીંગનું કામ 2015માં પૂરું પણ કરાયું હતું પરંતુ કોઈ કારણોસર આજે 11 વર્ષથી આ ટ્રોમા સેન્ટર ઉદઘાટનની રાહ જોઇ રહ્યું છે.
બીજી તરફ, ભચાઉની સરકારી હોસ્પિટલમાં અપૂરતા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફના અભાવે પ્રમાણમાં સારવાર મળી શકતી નથી અને લોકોને ભુજ અથવા રાજકોટ અમદાવાદ જવું પડે છે ત્યાં સુધીમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીનો સમય પૂરો થઈ જાય છે. ભચાઉ કે રાપર તાલુકામાં કોઈ ગંભીર અકસ્માત થાય કે કોઈ મોટી દુર્ઘટના બને જેમાં કોઇ ગંભીર રીતે ઘાયલ થાય ત્યારે તેમને જરૂરી ડોક્ટરી સારવાર માટે ભચાઉથી 300 મીટર દૂર રાજકોટ અથવા અમદાવાદ સુધી લઈ જવા પડે છે. રામબાગના સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલના લોકાર્પણ વખતે કચ્છ આરોગ્ય મંત્રી આ બાબતે જરૂર વિચારે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.