કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર એવા સામખીયાળી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીના ઘરે જ ચોરી થતા સામખીયાળી ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ પોતાની ફરજ પર હોવાથી જેનો લાભ લઈને તસ્કરોએ ઘરને નીશાન બનાવ્યું હતું. ધોળા દિવસે જ ચોરે મકાનનું તાળું તોડી સોનાના દાગીના, રોકડ રૂપીયા સહિત કર્મીના તમામ ઓરીજનલ આઈ,કાર્ડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હાલ આ મામલે ચોરને પકડવા પોલીસ તપાસ હાથ ધરી છે.
ભચાઉ તાલુકાના સામખીયાળી ગામના મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલ સાંજના ચારેક વાગ્યે જમી પરવારીને ઘરને તાળું મારી પોલીસ સ્ટેશને ફરજ પર ગયા હતા. ત્યારબાદ ઘરે કોઈ ન હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ચોરોએ ઘરનો સામાન વેર-વિખેર કરી 5 હજાર રોકડ રૂપીયા, 15 હજારની કિંમતના સોનાના દાગીના, ઓરીજનલ પોલીસનું આઈકાર્ડ, આધારકાર્ડ, એ.ટી.એમ. કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણીકાર્ડ તથા 15 જેટલી કપડાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસના ધરે જ ચોરી થતાં સામાન્ય જનતામાં પણ સુરક્ષાને લઈ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાત્રે 8 વાગ્યાની આસપાસ પોલીસ કર્મી નોકરી પરથી જ્યારે ઘરે આવ્યા તો જોયું કે ઘરના દરવાજા પરનું તાળુ તૂટલું હતું અને ઘરમાં બધો જ સામાન વેર-વિખેર પડ્યું હતુ. તપાસ કરતાં રોકડ રૂપીયા, સોનાના દાગીના, આઈ. કાર્ડની ચોરી કુલ 25 હજાર જેટલી માલ મત્તાની ચોરી થયું હોવાનું જણાયું હતુ. ત્યારે એક દિવસ અગાઉ બપોરના સમયે સામખીયાળી ગામનો ગંગારામ રમેશ કોલી નામનો છોકરો ઘરની આસપાસ આંટાફેરા મારતો જોયો હતો. જેથી તેને ચોરી કરી હોય તેવી શંકા હાલ જણાઈ રહી છે. ત્યારે હાલ પોલીસ સમગ્ર મામલે ચોરને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.