માગ:ભચાઉમાં GPCB દ્વારા લોક સુનાવણી યોજાઈ

ભચાઉ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની સુખાકારીમાં મદદરૂપ થાય તેવી માગ કરાઇ

શહેર નજીક આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનવણી યોજવામાં આવી હતી જેમાં શહેરના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો કરાયા હતા ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાયેલ લોકસંણીમાં કંપનીમાં દ્વારા હાલ સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ ની શ્રમતા 2,75,200 ટન ની પ્રતિ વર્ષ રહેલી છે જેને વધારી ₹4, 04,720 ટન પ્રતિ વર્ષ વધારવા માં આવશે બાબતે યોજાયેલી લોક સુનાવણીમાં કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પુરણસિંહ બીટ્સ, જનરલ મેનેજર કે મધુસુદન મંગલભાઈ ગઢવી બાલુભાઈ ગઢવી તેમજ કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

લોક સુનાવણીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી રાજેશ પરમાર સાથે ભચાઉ પ્રાંત અધિકારી આર. સૂર્યવંશી હાજર રહ્યા હતા. ​​​​લોક સુનાવણીમાં ભચાઉના ખેડૂત મહાવીર સિંહ જાડેજાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે કંપની નજીકના ખેડૂતોને દરેક સિઝનના પાક લેવામાં કોઈ મુશ્કેલી ન પડે અને પાકને નુકસાની ના આવે તેવા પગલાં કંપની દ્વારા લેવાય તે જરૂરી છે.

તે સાથે આગેવાન મનજીભાઈએ જણાવ્યું કે કંપની શહેરના લોકોની સુખાકારી માટે પણ લોક ભાગીદારીથી કાર્ય કરે જેમાં શહેરના હિંમતપુરા સીતારામપુર જુનાવાળા જેવા વિસ્તારોની ખુલી ગટરો બાબતે કાર્ય કરે રાજેન્દ્રભાઈ ઠક્કર અને લાલભાઈ રાંભિયાએ જણાવ્યું કે કંપની દ્વારા શહેરના લોકોની સાથે રહી શહેરમાં કન્યાઓને ભણવા માટે રૂપિયા દોઢ કરોડ રૂપિયાના ખર્ચે જે સ્કૂલ સંકુલ બનાવી આપવામાં આવ્યું તે સરહનીય છે. કંપની દ્વારા આવનાર સમયમાં શિક્ષણ સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો બાબતે પોતાનો સિંહ ફાળો આપશે તેવું આરતી ઇન્ડસ્ટ્રીઝના જવાબદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...