ભચાઉમાં લાંબા સમયથી માર્ગો પર રખડતા ભટકતા આખલાઓથી લોકો ત્રસ્ત બન્યા છે તેવામાં બુધવારે સવારે બજારમાં બે આખલા વચ્ચે યુધ્ધ થતાં રાહદારીઓ ભયભીત બન્યા હતા. આ યુધ્ધમાં કેટલાક વાહનો અડફેટે ચડ્યા હતા તો થોડી વાર માટે રસ્તો પણ બંધ થઇ ગયો હતો.
સવારે બનેલા માર્ગ પર બે આખલા આમને સામને આવી જતાં આ સ્થળે પસાર થતા લોકોમાં ભય ફેલાયો હતો. થોડી વાર માટે ચાલેલા યુધ્ધને કારણે પાર્ક કરેલા વાહનોમાં નાનું મોટું નુક્સાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, રખડતા ભટકતા પશુઓના ત્રાસના કારણે અગાઉ નાના મોટા ધંધાર્થીઓને નુકસાન પહોંચી ચૂક્યું છે જેમાં મહારાણા પ્રતાપ ગેટ નજીક શેરડી રસના મશીનને નુકસાની થઇ હતી તો એક ઘટનામાં પાણીપુરીની લારી ઉંધી વળી ગઇ હતી.
થોડા સમય અગાઉ આખલાએ શાકભાજીની રેકડી ઉંધી વાળી નુકસાન શ્રમજીવીને આર્થિક નુક્સાન પહોંચાડ્યું હતું. રખડતા આખલા કોઈ રાહદારીને જાન માલનું નુકસાન પહોંચાડે તે પહેલા નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકોમાં ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.