હાલ ગુજરાત સરકાર દ્વારા લોકો માટે મોટી મોટી વાતો કરી પુરતી સુવિધાઓ આપવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે તેની પ્રતીતિ કરાવતું દ્રશ્ય ભચાઉ શહેરમાં જોવા મળ્યું હતું, જેમાં જીવના જોખમે ખાનગી લક્ઝરી બસ પર પ્રવાસ કરતાં લોકો નજરે પડ્યા હતા. જીવના જોખમે એટલા માટે કે તસવીરમાં દેખાય છે તેમ પ્રવાસીઓને ઉતારવા માટે જ્યાં બસ થોભવામાં આવી છે તેની ઉપર જ 11 કેવી વીજ લાઈન જઈ રહી છે અને એક પ્રવાસી તેનાથી બચીને બસની નીચે ઉતરી રહ્યા છે.
વાગડમાં કેટલાય સમયથી પોલીસ અને આરટીઓનું જાણે અસ્તિત્વ ન હોય અથવા તેમની મીઠી નજર ખાનગી પ્રવાસીવાહન ચાલકો પર હોય તેવા દ્રશ્યો રોજના બની રહ્યા છે. ખાનગી લક્ઝરી બસ, તુફાન, ટેમ્પો, કે અન્ય વાહનોમાં પ્રવાસીઓની ભીડ હોતા વાહનોની ઉપર પ્રવાસ કરતા જોવા મળે છે.
આ ખાનગી વાહનો ભચાઉ - રાપર તાલુકાના વાગડ વિસ્તારના તાલુકા મથકથી ગામડાઓ સુધી લોકોને લઈ જવા આવવા માટે પૂરપાટ રીતે દોડી રહ્યા છે જેમાં ભચાઉ થી રાપર વચ્ચે નેશનલ હાઈવે પર અને ભચાઉ થી ગાંધીધામ વચ્ચેના નેશનલ હાઈવે પર આવાનો દોડતા હોવા છતાં પણ સામખયાળી થી ભચાઉ જે ગાંધીધામ ના પોલીસ તંત્રને આરટીઓ તંત્ર અને નજરે ચડતા નથી ? વિકાસની હરણફાળની વાતો વચ્ચે આ દ્રશ્યો ન દેખાવા જોઇએ તેવી ચર્ચા ઉઠતી રહે છે.
પ્રવાસીએ કહ્યું ગરમીમાં ઓછા લોકો ભરો, બસના સંચાલકે કહ્યું ઘણાને રાજી રાખવા પડે છે !
ખાનગી બસમાં ખીચો ખીચ લોકો વચ્ચે ભાડાના રૂપિયા લેવા આવેલા વ્યક્તિને પ્રવાસીએ પૂછ્યું ભાઈ આ ગરમીમાં માણસો ઓછા ભરો, તો સામે જવાબ મળ્યો... કાકા આ વહાન રોડ પર એમને એમ નથી હાલતા કેટલાય ને રાજી રાખવા પડે છે.
ગામડાઓ સુધી પૂરતી બસો ચાલુ ન કરી શકતા લોકો હેરાન
ગુજરાત સરકારના એસટી તંત્ર દ્વારા પણ રાજ્યના લોકો માટે માત્ર મોટી વાતો કરીને કામ ચલાવે છે પરંતુ કેટલાય સમયથી તાલુકા મથકથી ગામડાઓ સુધી પૂરતી એસટી બસો ચાલુ કરવામાં આવતી નથી અને લોકોને આ બાબતે ખૂબ પરેશાની ભોગવવી પડે છે તેવી વાતો પણ પરેશાન લોકોના મોઢેથી સંભળાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.