એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષામાં ભચાઉમાં નિરીક્ષકો તરીકે ફરજ બજાવતા શિક્ષકોને માત્ર શાળા તરફથી જ પાવતી મળી પણ ટીપીઇઓ દ્વારા લેખિતમાં કોઈ ઓર્ડર નહીં થતા શિક્ષકો દ્વિધામાં છે. ભચાઉની વિવિધ શાળાઓમાં ચાલી રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પ્રાથમિક શાળાના શિક્ષકો નિરીક્ષકો તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમજ આ શિક્ષકોને તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ ઓર્ડર લેખિતમાં ન મળતા 40થી 45 જેટલા શિક્ષકો દ્વિધામાં મુકાયા છે.
બોર્ડની પરીક્ષાને ત્રણથી પાંચ દિવસ થયા હોવા છતાં ભચાઉ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને કોઈપણ જાતનો લેખિતમાં ઓર્ડર આપવામાં આવ્યો નથી જેના કારણે ફરજ બજાવતા કેટલાક શિક્ષકોના આઈકાર્ડમાં પણ અધુરાશ જોવા મળી રહી છે. અધુરામાં પુરૂં શિક્ષકોના ફોટા ઉપર રાઉન્ડ સિક્કો મારવામાં નથી અાવ્યો તેમજ સંબંધિત નિરીક્ષકો કઈ જગ્યાએ ફરજ બજાવે છે તેનો પણ કોઇ જ ઉલ્લેખ નથી ત્યારે ભચાઉ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા થયેલી આ ચૂકના કારણે કોઈ ગેરરીતિ થાય અથવા કોઈ શિક્ષક સાથે કંઈ પણ અજુગતું થાય તો ભચાઉ તાલુકા શિક્ષણ અધિકારી અને જવાબદાર તંત્ર કોને જવાબદાર રાખશે તે પ્રશ્ન સામે આવીને ઉભો રહ્યો છે. અા બાબતે ભચાઉ તાલુકા શિક્ષણ અધિકારી કૃપાલીબેન સાથે ટેલિફોનિક વાત કરવા કોલ કર્યો હતો પરંતુ તેમનો ફોન નો રિપ્લાય થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.