બેદરકારી:ભચાઉના સુલભ શૌચાલયમાં છત પરથી પોપડા ખર્યા,ન્હાવા આવેલો યુવાન ઘવાયો

ભચાઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુધરાઈની બેદરકારી થઈ છતી : લોકોમાં આક્રોશ, બનાવ પછી નગરપાલિકાએ તાળા મારી દીધા

શહેરમાં નગરપાલિકા કચેરી અને ટેક્સી સ્ટેન્ડની નજીક આવેલા પે એન્ડ યુઝ શૌચાલયમાં શુક્રવારે સવારે છતપરથી સિમેન્ટના પોપડા પડતા બાથરૂમમાં ન્હાવા આવેલા યુવાનને ઇજાઓ થઈ હતી.જે બનાવ બાદ પાલિકાએ શૌચાલયને તાળા મારી દીધા હતા.આ ઘટનાથી નગરપાલિકાની બેદરકારી પણ છતી થઈ છે.

ભચાઉ શહેરના મુખ્ય રોડ અને ટેક્સી સ્ટેન્ડ નજીક ધરતીકંપ બાદ નગરપાલિકા દ્વારા આ શુલભ શૌચાલય બનાવાયું છે.જેમાં શુક્રવારે સવારના ભાગે ન્હાવા માટે એક યુવાન આવ્યો હતો ત્યારે અચાનક છત પરથી સિમેન્ટના મોટા પોપડા પડયા હતા અને ન્હાવા આવેલા યુવાન પર પોપડા પડતા તેને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી નજીકમાં રહેલા કેટલાક લોકોએ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો.બનાવ બાદ ભચાઉ નગરપાલિકાએ જર્જરીત થઈ ગયેલા સુલભ શોચાલયને તાળા મારીને બંધ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...