કુકુ એપનો કુકડો બોલ્યો...:ભચાઉમાં એક હજાર જણને આઠેક કરોડનો ચૂનો ચોપડાયો

ભચાઉ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિઝીટલ યુગમાં લાલચ નહીં સમજણથી રોકાણ કરજો નહીં તો ફસાઇ જશો : પોલીસ

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે વાત ભચાઉમાં સાર્થક કરતો એક બનાવ તાજેતરમાં બની ગયો જેમાં ઓનલાઇન એપ ના સકંજામાં આવીને 1000 જેટલા યુવાનોને છેતરી એપ દ્વારા પાંચ થી આઠ કરોડ નો ચૂનો લગાવી એ બંધ કરી દેતા અમુકે સાયબર ક્રાઇમ પોલીસનું શરણું લીધું હતું.

ભચાઉમાં છએક મહિના પહેલા એક પર પ્રાંતીય યુવાન ના કહેવાથી સ્થાનિક યુવાનને એલડીસીઓ નામની એપ મોબાઇલમાં ડાઉનલોડ કરાવવામાં આવી જેમાં બિહારથી કંપનીના એમ્પ્લોય તરીકે મહિલા સાથે વાતચીત કર્યા બાદ તેની અંદર રોકાણ કરવાનું સમજી યુવાન દ્વારા પ્રથમ 520 રૂપિયાથી શરૂઆત કરવામાં આવી જેમાં માત્ર બે દિવસમાં રૂપિયા બમણા થવા લાગ્યા.

પશુ પક્ષી ના ફોટા ઉપર નક્કી કરેલા રૂપિયા રોકવાનું શરૂ કરવામાં આવ્યું
ત્યારબાદ એક કંપની દ્વારા યુવાનને ચેન સર્કલથી જોડવા સમજાવવામાં આવેલ અને ધીરે ધીરે કરીને 200 માણસોનો સમૂહ જોડાયો જેમાં એક કંપનીએ વિવિધ પશુ પક્ષી ના ફોટા ઉપર નક્કી કરેલા રૂપિયા રોકવાનું શરૂ કરવામાં આવ્યું જેમાં કૂકડા નામનું પક્ષી ખૂબ જ પ્રસિદ્ધ થયું અને પાંચ હજાર જેટલા યુવાનો કૂકડામાં ફસાવવા લાગ્યા હતા.

ભચાઉ ના મોટાભાગના શ્રમિક લોકો જોડાયા હતા
જેમાં સમયસર ચેતી જતા કેટલાક ભચાઉના યુવાનો લાખોપતિ પણ થયા હોવાનું જાણવા મળ્યું છે. એલડીસીઓમા પ્રથમ જોડાવવા માટે યુપીઆઈ આઈડી દ્વારા કંપનીમાં રિચાર્જ કરવામાં આવતું અને આ રીતે રોકાણ શરૂ કરવામાં આવ્યું હતું. રોકાણ કરવામાં ભચાઉ ના મોટાભાગના શ્રમિક લોકો જોડાયા હતા.

દસ દિવસમાં ખૂબ મોટી લાલચ આપવામાં આવી
​​​​​ જેમાં શાકભાજી વેચનાર, કડિયા, દરજી, મજુર, રેકડી ચલાવનાર અને રીક્ષા ચલાવનાર જેવા લોકોનો મોટો સમૂહ આ એપમાં રૂપિયા રોક્યા હતા. પ્રથમ તેમને રોકાણના બદલે રૂપિયા બે ત્રણ ગણા કરી આપવામાં આવતા હતા પરંતુ છેલ્લા દસ દિવસમાં ખૂબ મોટી લાલચ આપવામાં આવી જેમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ આ એપમાં રૂપિયા ઠરાવ્યા હતા.

કુકડા એપમાં પોતે છેતરાયા હોવાનું બહાર આવ્યું
પરંતુ 23/ 11 ના બંધ થઈ જતા રોકાણ કરેલ લોકોને રોવાનો વારો આવ્યો હતો જેમાં એક હજારથી વધુ લોકોએ અંદાજિત 5 થી 8 કરોડ રૂપિયા ગુમાવવા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કુકડા એપમાં પોતે છેતરાયા હોવાનું બહાર આવતા કેટલાક યુવાનો ભચાઉ પોલીસ સ્ટેશન અને ગાંધીધામ સાયબર પોલીસ સ્ટેશન ધસી ગયા હતા.

આ સિવાય પણ એક એપ રૂપિયા પડાવવા લાઇનમાં ચેતી જજો ..
કુકડા એપ બાદ આ પ્રકારની હજુ પણ રાશિ માયરા ગોલ્ડ જેવી એપ દ્વારા મોટો હાથ મારવાની દિશામાં આગળ ધપી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. હવે આ એપમાં પોતાની મરણ મૂડી ન જાય તે પહેલાં ચેતી જાય તે આવનાર સમયની માંગ છે.

ફરિયાદી આવ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરાશે
સાયબર ક્રાઇમ પોલીસને પૂછતાં તેમણે પણ સમર્થન આપતાં જણાવ્યું હતું કે આ કુકુ એપમાં ભોગ બનેલા લોકો આવ્યા હતા અને તેમની ગયેલી રકમ પરત અપાવવા સાયબર ક્રાઇમ પોલીસ સતર્કતાથી કામ કરી પરત અપાવવા પ્રયાસ કરશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...