ખાનગી લક્ઝરી બસની મનમાની:અમદાવાદથી ભુજની ખાનગી બસે ભાડું એસી કોચનું વસુલ્યું, પણ પ્રવાસીઓ ગરમીમાં બફાયા

ભચાઉ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાંથી સારવાર લઈ પરત ભુજ આવતા મહિલા ગરમી થી ત્રાસી ભચાઉ માંજ ઉતરી ગયા

અમદાવાદથી કચ્છ ભુજ આવતા પ્રવાસીઓ પાસેથી કેટલા સમયથી ખાનગી લક્ઝરી બસ દ્વારા અનિયંત્રિત ટિકિટ ભાડા લેવાઇ રહ્યા છે. તેવી બૂમ વચ્ચે અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઈને આવતા એક બીમાર મહિલા સહિતના મુસાફરો ખાનગી બસ કંપનીના શિકાર બન્યા હતાં.

ભુજ આવતી ખાનગી બસમાં અમદાવાદથી હોસ્પિટલમાં સારવાર લઈને મહિલા અને તેમના પતિ પરત ભુજ તરફ જઈ રહ્યા હતા ત્યારે પટેલ ટ્રાવેલ્સની બસ નંબર AR-01-Q-0142 ફુલ એસી લક્ઝરી બસમાં કડવો અનુભવ થયો હતો. જેમાં કચ્છ આવતા પ્રવાસીઓ પાસેથી ટ્રાવેલ્સના સંચાલક અને એજન્ટ દ્વારા ફુલ એસીનું ભાડું વસુલ કરાયું.પરંતુ એસીનું ઓછું રાખવાના કારણે પ્રવાસીઓ પરેશાન થયા હતા.

ફુલ એસી લક્ઝરી બસમાં ચારે બાજુ કાચથી પેક હોવાના કારણે બસમાં બેઠેલા મૂંઝારાનો અનુભવ થયો હોવાનું 20 જેટલા પ્રવાસીઓએ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું. જેમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈને પરત આવતા મહિલા અને તેમના સંબંધી અને આ ગરમીના કારણે ભુજના બદલે ભચાઉમાં જ ઉતરી જવું પડયું હતું. બસના ચાલક સાથે પ્રવાસીઓએ વાત કરતાં ચાલક એ જણાવ્યું કે મેં એક એસી ચાલુ કર્યું છે બાકીની મને ખબર નથી આવા ઉડાઉ જવાબ સાથે પ્રવાસીઓ અમદાવાદથી ભુજ સુધી હેરાન પરેશાન થતા આવ્યા હતા.

એસી બસમાં ઉપરની બારીઓ ખોલી નાખી હતી
અમદાવાદથી ભુજ આવતી બસમાં એસી બંધ હોવાની વાતનો ઇન્કાર મેનેજર નિખિલ ભાવસારે જણાવ્યું હતું કે,એસી ચાલુ થયા બાદ બસમાં ઠંડક પકડતા થોડો સમય લાગે છે, જો કે આ મહિલા અને તેમના પરિજનો ઉતાવળા થઇ ઉપરની ઇમરજન્સી બારી ખોલી નાખી હતી જેથી ગરમ હવા બસમાં આવી રહી હતી જેના લીધે એસીની ઠંડક વર્તાય જ નહી.

અન્ય સમાચારો પણ છે...